AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ

અમેરિકાના હ્યુસ્ટનમાં 22મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાશે . જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દેખાશે, કાર્યક્રમ હ્યુસ્ટનના NRG ફુટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 50 હજારથી વધુ લોકો નામ નોંધાવી ચુક્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકો વેઈટીંગ લિસ્ટમાં છે. અમેરિકામાં કોઈ અન્ય દેશના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર […]

અમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ
Anil Kumar
| Edited By: | Updated on: Sep 16, 2019 | 7:12 AM
Share

અમેરિકાના હ્યુસ્ટનમાં 22મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાશે . જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દેખાશે, કાર્યક્રમ હ્યુસ્ટનના NRG ફુટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 50 હજારથી વધુ લોકો નામ નોંધાવી ચુક્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકો વેઈટીંગ લિસ્ટમાં છે.

અમેરિકામાં કોઈ અન્ય દેશના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ ભીડ આકર્ષવાનો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે. ત્યારે બન્ને દેશોના નેતાઓ એક મંચ ઉપર આવવાથી પાકિસ્તાનની હાલત આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખરાબ થશે તો ચીન પણ ચિંતામાં મુકાઈ શકે છે.

અમેરિકામાં મોદીનો મેગા શો બનશે ઐતિહાસિક

અમેરિકાના હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ નામથી 22મી સપ્ટેમ્બરે ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યુ છે, હ્યુસ્ટનની સ્થાનિક ભાષામાં હાઉડીનો મતલબ કેમ છો થાય છે, ત્યારે હવે વ્હાઇટ હાઉસે કન્ફર્મ કરી દીધુ છે કે આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઈએ કે હ્યુસ્ટનમાં અમેરિકન મુળના ભારતીયોની સંખ્યા સવિશેષ છે. જેમાં જોડાવવા માટે અમેરિકન મુળના ભારતીયોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાર્યક્રમ સફળ થાય તે માટે ત્યાં NRG સ્ટેડીયમમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 50 હજાર લોકો પોતાનું નામ નોંધાવી ચુક્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકો વેઈટીંગમાં છે. આયોજકોનું માનવું છે કે કોઈ અન્ય દેશના રાજકીય નેતા અમેરિકા આવીને આટલી મોટી જનમેદનીને સંબોધશે તેવી આ પ્રથમ ઘટના છે અને અમેરિકામાં ભારતના વડાપ્રધાનની લોકપ્રિયતાનું વિક્રમ પણ સ્થાપિત થશે.

કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાતીઓ કરી રહ્યા છે મહેનત

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NFIA એટલે કે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકનના પુર્વ પ્રેસિડેન્ટ સી.કે.પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં 2014માં ન્યુયોર્કના મેડીસન સ્કવેરમાં 20 હજાર લોકોને સંબોધ્યા હતા. જ્યારે 2015માં તેમણે કેલિફોર્નિયાના સીલીકોન વેલીમાં 20 હજાર લોકોને સંબોધ્યા હતા. જ્યારે આ વખતે 50 હજાર લોકોને સંબોધીને તેઓ રેકોર્ડ બનાવશે. આ કાર્યક્રમના આયોજકો તરીકે પાટીદાર ફાઉન્ડેશન, ટેક્સાસ ઈન્ડિયા ફોરમ જેવી સંસ્થાઓ મહેનત કરી રહી છે તો ઈન્ડિયન મુસ્લિમ એશોસિએશન ઓફ ગ્રેટર હ્યુસ્ટન જેવી સંસ્થાઓ પણ આ આયોજનમાં સામેલ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવા પ્રકારનો રહેશે કાર્યક્રમ

આ કાર્યક્રમ બે ભાગોમાં રહેશે, જેમાં પ્રથમ 1.5 કલાકમાં ભારતીય મુળના સ્થાનિક અમેરિકનોના યોગદાન અંગેનો રહેશે. અહી એક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રહેશે તો મહાત્માગાંધી અને માર્ટીન લુથર કિંગની જોઇન્ટ ડોક્યુમેન્ટ્રી પણ બતાવવમાં આવશે, બીજા ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પનું 1.5 કલાકનું સંબોધન થશે.

આમ તો સમગ્ર કાર્યક્રમ ભાજપ વિદેશ વિભાગના વડા વિજય ચૌથાઇવાલ મુજબ સ્વપ્નાઓ વહેંચો અને ઉજ્જવળ ભવિષ્ય ( shared dream and bright future) કાયક્રમનો ઉદ્દેશનો રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક પાટીદાર આગેવાનો, ભાજપ ઓવરસિઝના પદાધિકારીઓ 2 મહિના પહેલાથી કામ કરી રહ્યા હતા.

ભારત અને હ્યુસ્ટનના આર્થિક સંબધો

ભારત અને હ્યુસ્ટન વચ્ચે આર્થિક સંબધો મહત્વના છે. ભારતે હ્યુસ્ટન સાથે વ્યાપારમાં આ વર્ષે 82 ટકાનો વધારો કર્યો છે, જેમાં સ્થાનિક ભારતીય મુળની કંપનીઓનો મહત્વનો ફાળો છે. હ્યુસ્ટનમાં 1 લાખની આસપાસ જે ભારતીયો છે, તેઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી અહી આવીને વસ્યા છે. 35થી વધુ કંપનીઓની 90થી વધુ બ્રાન્ચ ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત છે. જ્યારે ભારતની 30થી વધુ કંપનીઓની બ્રાન્ચ હ્યુસ્ટનમાં કાર્યરત છે. તેના વિશે પણ સી.કે.પટેલે જણાવ્યું કે હ્યુસ્ટનમાં મિનિ ઈન્ડિયા જેવી સ્થિતિ હોવાથી પણ ભારત સાથે તેના ગાઢ સંબંધો છે અને સાથે ગુજરાતીઓ પણ ત્યાં વિશેષ પ્રમાણમાં વસે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય મુળના મુસ્લિમો પણ કાર્યક્રમમાં જોડાયા

ઈન્ડિયન મુસ્લિમ એશોસિએશન ઓફ ગ્રેટર હ્યુસ્ટન (IMAGH) પણ કાર્યક્રમનાં આયોજકોમાં છે. આ સંસ્થાના ચેરમેન ડૉક્ટર મકબુલ હકે જણાવ્યું કે અમારી આસ્થા ભલે અલગ છે પણ અમે ભારતીયો છીએ એ એક હકીકત છે. ત્યારે અમેરિકામાં વસતા ભારતીય મુસ્લિમ સમુદાય પણ કલમ 370 હટાવવાને લઈને ભારત સરકારના તરફેણમાં છે અને વિશ્વ મુસ્લિમ સમુદાયને પણ આ સંસ્થા ભારતના તરફેણમાં લાવવા માટે ઓપિનિયન મેકિંગ કરશે.

મોદી-ટ્રમ્પની મુલાકાતની વૈશ્વિક અસરો

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ દ્વારા ભારતની સ્થિતિને વિશ્વમાં વધુ મજબુતી આપવા માંગે છે. 2. અમેરિકા સાથે ભારતના સમાજિક અને આર્થિક સંબધોને વધુ મજબુતી મળશે. 3. અમેરિકાને સાથે લઈને ભારત ચીન, પાકિસ્તાન સહિતના અન્ય ભારત વિરોધી દેશોને જવાબ આપશે. 4. સ્થાનિક મુસ્લિમ સમુદાયને કલમ 370ને હટાવવા અને કાશ્મીરને લઈને પોતાની તરફેણમાં કરશે. 5. ભારત અમેરિકા સાથે પોતાના સંબધો વધુ મજબુત કરીને ટ્રેડ વોરનું નુકશાન અટકાવવા માંગે છે. 6. હ્યુસ્ટન સાથે ભારતના આર્થિક સંબધો મજબુત થશે, અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવશે. 7. ભારતમાં અનેક સ્કીલ્ડ પ્રોફેશનલ્સ સ્થાયી છે પણ તેમની નાગરિકતા વિઝા અંગે અનિશ્ચિતતા છે, નવા અમેરિકન કાયદાની આડ અસર ભારતીયોને પણ છે. ત્યારે ભારત અમેરિકાના સંબંધોને મજબુતીનો લાભ પણ અમેરિકામાં વસતા ભારતીયોને મળી શકે છે અને અમેરિકા જવા માંગતા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થિઓને પણ લાભ મળી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">