વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર બાદ કડક બન્યું અમેરિકા, આ દેશના નાગરિકોને USA નહીં આપે વિઝા
અમેરિકામાં વસવા માટે દુનિયાભરમાંથી લોકો વિઝા માટે અરજી કરતા હોય છે. પરંતુ કેટલાક લોકોના કારણે અનેક લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો છે. વ્હાઈટ હાઉસ પાસે ગોળીબારની ઘટના બાદ, અમેરિકાએ હવે તેમની વિઝા પોલીસ વધુ કડક કરી છે. ગ્રીન કાર્ડ અરજીઓ અને ઇમિગ્રન્ટ્સની તપાસ કડક બનાવવામાં આવી રહી છે.

વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારમાં એક અફઘાન શંકાસ્પદ વ્યક્તિની સંડોવણી બાદ, અમેરિકાએ ગ્રીન કાર્ડ અરજીઓ અને ઇમિગ્રન્ટ્સની તપાસ કડક બનાવવામાં આવી રહી છે. હવે અફઘાન નાગરિકો સામે કડક પગલાં લીધાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરનારાઓને વિઝા આપવાનું બંધ કરી દીધું છે.
ગત બુધવારે, અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર થયો હતો, જેમાં બે નેશનલ ગાર્ડસમેનને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક ગાર્ડનું મોત થયું હતું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ અફઘાન નાગરિક છે. આ પછી, અમેરિકાએ અફઘાન નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરતા તમામ વ્યક્તિઓને વિઝા આપવાનું બંધ કરી દીધું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, રુબિયોએ લખ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે અફઘાન પાસપોર્ટ પર મુસાફરી કરતા તમામ વ્યક્તિઓને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આપણા લોકોનું રક્ષણ કરવું એ અમેરિકાની ટોચની પ્રાથમિકતા છે.”
ઇમિગ્રન્ટ્સની તપાસ કરવામાં આવશે
આ દરમિયાન, યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ દરેક ઇમિગ્રન્ટની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ અને તપાસ ના થાય ત્યાં સુધી તમામ આશ્રય સંબંધિત નિર્ણયો થોભાવી દીધા છે, એમ યુએસસીઆઈએસના ડિરેક્ટર જોસેફ એલ્ડોએ જણાવ્યા હતું
29 નવેમ્બરના રોજ X પર એક પોસ્ટમાં, એલ્ડોએ લખ્યું, “USCIS એ બધા આશ્રય નિર્ણયો થોભાવી દીધા છે. જ્યાં સુધી અમે ખાતરી ના કરી શકીએ કે દરેક વયક્તિની સંપૂર્ણ તપાસ અને ચોકસાઈ કરવામાં આવી છે. અમેરિકન જનતાની સલામતી હંમેશા પ્રથમ આવે છે.”
ટ્રમ્પે શા માટે કાર્યવાહી કરી
રોઇટર્સ સંસ્થાના અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રન્ટ્સ પર નવીનતમ કાર્યવાહી 26 નવેમ્બર, બુધવારના રોજ વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે રહેમાનુલ્લાહ લકનવાલ તરીકે ઓળખાતા એક અફઘાન નાગરિક દ્વારા બે ગાર્ડ પર ગોળીબાર કર્યા પછી કરવામાં આવી છે. ગોળીબારનો ભોગ બનેવ પીડિતોમાંથી એક, 20 વર્ષીય આર્મી સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમનું મોત થયું હતું, જ્યારે 24 વર્ષીય યુ.એસ. એર ફોર્સ સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વોલ્ફની હાલત ગંભીર છે.
ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું
આ ઘટનાના પ્રતિભાવમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે તેમનું વહીવટીતંત્ર યુએસ સિસ્ટમને સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરવા માટે સમય આપવા માટે તમામ ત્રીજા વિશ્વના દેશોના ઇમિગ્રન્ટ્સ પર કાયમી પ્રતિબંધ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે, યુએસ હાલમાં દેશમાં રહેતા બિન-નાગરિકોને આપવામાં આવતા ફેડરલ લાભો અને સબસિડી સ્થગિત કરશે.
દરમિયાન, USCIS ડિરેક્ટર જોસેફ એડલોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પના નિર્દેશને અનુસરીને, તેમણે ચિંતાજનક દેશોના તમામ વ્યક્તિઓ માટે ગ્રીન કાર્ડ અરજીઓની વ્યાપક અને સંપૂર્ણ સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
બીજી પોસ્ટમાં, એડલોએ X પર લખ્યું, “POTUS ના નિર્દેશ પર, મેં ચિંતાજનક દરેક દેશમાંથી આવતા દરેક વ્યક્તિ માટે દરેક ગ્રીન કાર્ડની સંપૂર્ણ, કડક પુનઃપરીક્ષાનો આદેશ આપ્યો છે.” ગ્રીન કાર્ડ પ્રક્રિયા ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં 19 ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના લોકોના સ્ક્રીનીંગમાં દેશ-વિશિષ્ટ પરિબળોનો સમાવેશ થઈ શકે છે.