USએ સેંકડો લોકોની હત્યાના આરોપી ISIS-Kના નેતા ‘સનાઉલ્લાહ ગફારી’ પર 10 મિલિયન ડોલરના ઈનામની કરી જાહેરાત

Reward on Sanaullah Ghafari: અમેરિકાએ ISIS-ખોરાસાન (ISIS-K) આતંકવાદી સનાઉલ્લાહ ગફારી પર 10 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

USએ સેંકડો લોકોની હત્યાના આરોપી ISIS-Kના નેતા 'સનાઉલ્લાહ ગફારી' પર 10 મિલિયન ડોલરના ઈનામની કરી જાહેરાત
America announces 1 crore dollar reward for information on ISIS-K head sanaullah ghafari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 5:07 PM

યુએસએ ISIS-ખોરાસાન (ISIS-K)ના નેતા (ISIS-K Terrorist Sanaullah Ghafari) સનાઉલ્લાહ ગફારી અને કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Kabul Airport Bomb Attack) પર ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકો સાથે સંબંધિત માહિતી પૂરી પાડવા માટે 10 મિલિયન ડોલર ચૂકવવાની જાહેરાત કરી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ રિવોર્ડ્સ ફોર જસ્ટિસ (RFJ)એ સોમવારે આ અંગેની સૂચના જાહેર કરી હતી. સૂચના અનુસાર “રિવાર્ડ્સ ફોર જસ્ટિસ ISIS-નેતા શહાબ અલ-મુહાજિર, જેને સનાઉલ્લાહ ગફારી તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે માહિતી પ્રદાન કરવા માટે US$ 10 મિલિયન સુધીનું ઈનામ ઓફર કરે છે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે આ ઈનામ ’26 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનના કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને માહિતી આપવા માટે પણ છે. RFJ અનુસાર 1994માં અફઘાનિસ્તાનમાં જન્મેલ ગફારી આતંકવાદી સંગઠન ISIS-Kનો વર્તમાન નેતા છે. વિભાગે કહ્યું કે તે સમગ્ર અફઘાનિસ્તાનમાં ISIS-Kની તમામ કામગીરી માટે ભંડોળની મંજૂરી અને વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે. RFJએ જણાવ્યું હતું કે યુએસ દ્વારા પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠન ISIS-Kએ કાબુલ એરપોર્ટ પરના હુમલાની જવાબદારી સ્વીકારી છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આ હુમલામાં ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા હતા, જેમાં 13 અમેરિકન સૈનિકો હતા જેઓ નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા. ISIS-K ના કેન્દ્રીય નેતૃત્વએ જૂન 2020માં ગફારીને સંગઠનના નેતા તરીકે નિયુક્ત કર્યા. “આઈએસઆઈએસએ ગફારીની નિમણૂક અંગેની તેની જાહેરાતમાં તેને અનુભવી લશ્કરી નેતા અને કાબુલમાં આઈએસઆઈએસ-કેના ‘શહેરી સિંહોમાંના એક’ તરીકે વર્ણવ્યો છે, જે ગેરિલા ઓપરેશન્સ ઉપરાંત સંખ્યાબંધ જટિલ આત્મઘાતી હુમલાઓમાં સામેલ છે.

RFJએ પણ સોમવારે ટ્વીટ કરીને કહ્યું, ’10 મિલિયન ડોલર સુધીનુ ઈનામ! સનાઉલ્લાહ ગફારી આતંકવાદી સંગઠન ISIS-Kનો વર્તમાન નેતા છે. RFJને સિગ્નલ, ટેલિગ્રામ, WhatsAppના માધ્યમથી સૂચિત કરો. આ આતંકવાદીને ન્યાયના દાયરામાં લાવવા મદદ કરો. આરએફજેએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બર અને કેટલાક બંદૂકધારીઓએ કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો કારણ કે યુએસ અને અન્ય દેશોની સરકારોએ તેમના નાગરિકો અને અફઘાન લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું હતું.

આ હુમલામાં 18 અમેરિકન સૈનિકો સહિત 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનમાં સરકારના પતન અને 15 ઓગસ્ટના રોજ તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કર્યા પછી સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ.

આ પણ વાંચો – ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના UNમાં લગાવી ફટકાર, કહ્યું- આતંકી સમુહ પ્રતિબંધોથી બચવા માટે પોતાને ગણાવે છે માનવીય સંગઠન

આ પણ વાંચો –સાવધાન! Paracetamolના દૈનિક ઉપયોગથી વધે છે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ, રિસર્ચે આપી ચેતવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">