સાવધાન! Paracetamolના દૈનિક ઉપયોગથી વધે છે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ, રિસર્ચે આપી ચેતવણી

University of Edinburghના સંશોધકોએ ચેતવણી આપી છે કે પેરાસિટામોલનો દૈનિક ઉપયોગ બ્લડ પ્રેશર વધારે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

સાવધાન! Paracetamolના દૈનિક ઉપયોગથી વધે છે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ, રિસર્ચે આપી ચેતવણી
Daily Use of Paracetamol raises blood pressure, increases risk of heart attack says research(Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 2:27 PM

સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેરાસિટામોલનો દૈનિક ઉપયોગ (Paracetamol Daily Use) બ્લડ પ્રેશર (Blood Pressure) વધારે છે અને સાથે સાથે હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોકનું (Stroke) જોખમ વધારે છે. સંશોધકોએ ડોકટરોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ધરાવતા લોકોને પેરાસીટામોલ પ્રિસક્રાઇબ કરતાં પહેલા સાવચેત રહેવા જણાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના (University of Edinburgh) નિષ્ણાતોએ હાઈ બ્લડ પ્રેશરનો ઈતિહાસ ધરાવતા 110 દર્દીઓ પર અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, “એક ગ્રામ પેરાસિટામોલ દિવસમાં ચાર વખત આપી આભ્યાસ કર્યો.” ધ ટેલિગ્રાફ યુકેએ અહેવાલ આપ્યો.

ચાર દિવસની અંદર જ, પેરાસિટામોલ(Paracetamol) પર મૂકવામાં આવેલા જૂથમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું, જેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા 20 ટકા વધી ગઈ હતી. યુનાઈટેડ કિંગડમમાં ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે છતાં લગભગ 10માંથી એક વ્યક્તિને ક્રોનિક પીડા માટે દરરોજ પેરાસિટામોલ સૂચવવામાં આવે છે. કોરોના કાળમાં અને ખાસ કરીને ત્રીજી લહેર દરમિયાન ઘણા લોકો કોવિડના લક્ષણોની સાથે જ આપમેળે પેરાસિટામોલનો આડેધડ ઉપયોગ શરૂ કરતાં હોય છે. આવામાં એડિનબર્ગ યુનિવર્સિટીની આ અહેવાલ સેલ્ફ મેડિકેશન કરતા તમામ માટે ચેતવણીરૂપ છે.

એડિનબર્ગ યુનિવર્સિટીના થેરાપ્યુટિક્સ અને ક્લિનિકલ ફાર્માકોલોજીના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ વેબે જણાવ્યું હતું કે, “અમે હંમેશા વિચાર્યું છે કે આઇબુપ્રોફેન(Ibuprofen) જેવી દવાઓની સામે પેરાસિટામોલ સલામત વિકલ્પ છે કારણ કે આઇબુપ્રોફેનથી બ્લડ પ્રેશર વધવાની આડઅસર થાય છે. હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકનું જોખમ ધરાવતા દર્દીઓમાં પેરાસિટામોલનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે વિચારણા કરવી જોઈએ.”

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તેમણે કહ્યું કે “અમે ભલામણ કરીશું કે ચિકિત્સકો પેરાસિટામોલની ઓછી માત્રાથી શરૂઆત કરે અને તબક્કાવાર માત્રામાં વધારો કરે, જે પીડાને નિયંત્રિત કરવા માટે જરૂરિયાત કરતા વધારે ન હોય.” સંશોધકોએ જણાવ્યું હતું કે જે લોકોને ક્રોનિક પીડા માટે પેરાસિટામોલની જરૂર હોય છે તેઓએ તેમના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે અલગ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.

એડિનબર્ગ યુનિવર્સિટીના ક્લિનિકલ ફાર્માકોલોજીના પર્સનલ ચેર પ્રોફેસર જેમ્સ ડિયરએ કહ્યું: “પેરાસિટામોલની બે અઠવાડિયાની સારવાર બાદ હાઈ બ્લડ પ્રેશર વધે છે અને આ બાબત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે જાણીએ છીએ કે હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે એક જોખમી પરિબળ છે.”

આ પણ વાંચો:

કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો, તો અજમાવો આ ઘરેલું ઉપચાર

આ પણ વાંચો:

Skin Care Tips: શું તમે ચહેરા પરની કરચલીથી પરેશાન છો, તો દહીંના આ ફેસ માસ્કનો ઉપયોગ કરો, ત્વચા પર આવશે ચમક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">