AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: બે લોકો વચ્ચેની લડાઈમાં ભારતીય મૂળની બાળકીએ ગુમાવ્યો જીવ, આરોપીને 100 વર્ષની સજા

5 વર્ષની બાળકી જ્યારે હોટલના રૂમમાં રમી રહી હતી, ત્યારે તેને ગોળી વાગી હતી. આ પછી ત્રણ દિવસ સુધી બાળકીની સારવાર ચાલુ રહી હતી, ત્યારબાદ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

America: બે લોકો વચ્ચેની લડાઈમાં ભારતીય મૂળની બાળકીએ ગુમાવ્યો જીવ, આરોપીને 100 વર્ષની સજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:55 PM
Share

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિને 100 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેના પર ભારતીય મૂળની 5 વર્ષની બાળકીના મોતનો આરોપ છે. ઘટના વર્ષ 2021ની લ્યુઈસિયાનાની છે. 5 વર્ષની બાળકીનું નામ મૈયા પટેલ જણાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, આરોપીની ઓળખ જોસેફ લી સ્મિથ તરીકે થઈ છે, જેને બાળકીની હત્યા માટે 100 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

મળતી માહિતી મુજબ, મૈયા પટેલ મોંકહાઉસ ડ્રાઈવ ખાતેની હોટલના રૂમમાં રમતી હતી ત્યારે તેનું મોત થયું હતું. ત્યારે તેના માથામાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી, તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણી ત્રણ દિવસ સુધી જીવન સામે જંગ લડતી રહી હતી અને અંતે તેનું મૃત્યુ થયું હતું. આખરે 23 માર્ચ 2021ના રોજ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

બાળકી મૈયા પટેલને અકસ્માતે ગોળી વાગી હતી

આ કેસની સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે બાળકને ખોટી ગોળી વાગી હતી. હકીકતમાં આરોપીએ સુપર 8 મોટેલના પાર્કિંગમાં અન્ય વ્યક્તિ સાથે દલીલ કરી હતી. તે હોટલના માલિક વિમલ પટેલ અને સ્નેહા પટેલ હતા. જેઓ તેમના બે બાળકો સાથે એ જ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, જેમાંથી એક મૈયા પટેલ પણ હતી. આ જ સમયે આરોપી અને વ્યક્તિ વચ્ચે વાત એટલી વધી ગઈ કે એક આરોપીએ ગોળી મારી દીધી હતી. જોકે બીજી વ્યક્તિની ગોળી ચૂકાઇ ગઈ હતી અને બંદુકમાંથી છુટેલી ગોળી હોટલના રૂમમાં રમતી બાળકી મૈયા પટેલને વાગી હતી. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પછી કોર્ટે આરોપીને કોઈપણ જામીન અથવા સજામાં ઘટાડો કર્યા વિના 60 વર્ષની સજા સંભળાવી. આ સિવાય અન્ય આરોપોમાં 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સજા પણ કોઈપણ જામીન, પેરોલ અથવા સજાની માફી વિના ભોગવવાની છે.

g clip-path="url(#clip0_868_265)">