ભારતથી અમેરિકા જવાનું ભાડું 30-40 % જેટલું ઘટ્યું, અમેરિકન ડ્રીમ પર પડ્યો ‘ટ્રમ્પનો પડછાયો’
અમેરિકામાં કોઈપણ પ્રકારના વિઝા મેળવવા હોય તો તેમાં મુશ્કેલી પડે છે. આનું મુખ્ય કારણ ડોલરના તોલે રૂપિયામાં થતો ઘટાડો હોઈ શકે છે. અમેરિકાના ગ્રુપ ટુરમાં ઘટાડો જોવા મળ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી આવી મંદી ચાલુ રહેવાની શક્યતા છે.

અમેરિકામાં કોઈપણ પ્રકારના વિઝા મેળવવા હોય તો તેમાં મુશ્કેલી પડે છે. આનું મુખ્ય કારણ ડોલરના તોલે રૂપિયામાં થતો ઘટાડો હોઈ શકે છે. જણાવી દઈએ કે, અમેરિકાના ગ્રુપ ટુરમાં ઘટાડો જોવા મળ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી આવી મંદી ચાલુ રહેવાની શક્યતા છે.
પાછલા ત્રણ અઠવાડિયામાં ભારતથી અમેરિકા જવાનું ભાડું લગભગ 30% જેટલું ઘટી ગયું છે. હવે આની પાછળનું શું કારણ છે અને ક્યાં સુધી આ ભાડું ઓછું રહેશે, તે જાણવું જરૂરી છે. ટ્રાવેલ એજન્ટ્સના મતે, ટ્રમ્પ સરકારની નીતિઓને કારણે અમેરિકામાં વિઝા મેળવવું મુશ્કેલ બન્યું છે. અમેરિકાથી વિઝા મેળવવામાં પણ ઘણી અડચણો આવી રહી છે. જે લોકો અમેરિકાનું સપનું જોઈ રહ્યા છે તેઓ પણ હવે અમેરિકા જવાથી ડગમગી રહ્યા છે.
ટ્રમ્પ સરકારની પોલિસીથી લોકો ગભરાઈ ગયા
અમદાવાદના દિવ્યાંગ પ્રજાપતિને એમબીએ માટે અમેરિકા જવાનું હતું પરંતુ હજુ સુધી તેને વિઝાનું અપોઇન્ટમેન્ટ મળ્યું નથી. દિવ્યાંગ જેવી સ્થિતિ હજારો વિદ્યાર્થીઓની છે. ટુરિસ્ટ, વિઝિટર અને સ્ટૂડન્ટ વિઝા મેળવવા માટે લોકોને ઘણા સમયથી રાહ જોવી પડી રહી છે. ટુરિસ્ટ વિઝા માટે તો 1.5 થી 2 વર્ષ સુધીની વેટિંગ છે. ટ્રમ્પ સરકારની એજ્યુકેશન, ટુરિસ્ટ, ગ્રીન કાર્ડ અને અન્ય વિઝાઓને લઈને જે પોલિસી છે, તેનાથી લોકો ગભરાઈ ગયા છે.
અમેરિકાથી ડિપોર્ટ થવાનો ભય
દિવ્યાંગ પ્રજાપતિનું કહેવું છે કે, “મેં અમેરિકા જવા માટેની તૈયારી કરી લીધી છે પણ ઇન્ટરવ્યૂની તારીખ હજુ સુધી મળી નથી.” હાલની વાત કરીએ તો, આ અમેરિકા અને ભારત આવવા જવાની સારી સિઝન છે. આ સિઝનમાં અંદાજિત 25 લાખ લોકો અમેરિકાથી ભારત અને ભારતથી અમેરિકા આવતા જતાં રહે છે. જો કે, આ સંખ્યામાં હવે ઘટાડો થયો છે. ઘણા લોકોને અમેરિકાથી ડિપોર્ટ થવાનો ભય છે. ફ્લાઇટ ભાડામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ડોલર રૂપિયાની તોલે નબળો પડ્યો એ અને ગ્રુપ ટુરમાં ઘટાડો થયો એ છે.
એક્સપર્ટસનું માનવું છે કે, જ્યાં સુધી અમેરિકાનો રવૈયો નહી બદલાય ત્યાં સુધી આવી જ હાલત રહેશે. TAAI, ગુજરાતના પૂર્વ પ્રમુખ વિરેન્દ્ર શાહનું કહેવું છે કે, આગળ જતાં પણ ભારતથી અમેરિકા જવાના ભાડામાં ઘટાડો જોવા મળી શકે છે.
