AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War Breaking News : ટ્રમ્પ ઈતિહાસ બદલી નાખશે, ઈરાન પર અમેરિકાના હુમલા બાદ નેતન્યાહૂ બોલ્યા-આવુ કોઈ ના કરી શકે

અમેરિકાએ ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ મથકોને નષ્ટ કરવા કરેલા હુમલા બાદ, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. નેતન્યાહૂએ આ હુમલા માટે અમેરિકાને અભિનંદન આપ્યા. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રમ્પ ઇતિહાસ બદલી નાખશે.

War Breaking News : ટ્રમ્પ ઈતિહાસ બદલી નાખશે, ઈરાન પર અમેરિકાના હુમલા બાદ નેતન્યાહૂ બોલ્યા-આવુ કોઈ ના કરી શકે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2025 | 11:15 AM
Share

અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થયું હતું. હવે, અમેરિકાએ ઈરાનની પરમાણુ શક્તિનો નાશ કરવા માટે પણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. નેતન્યાહૂએ આ હુમલા માટે અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા છે. નેતન્યાહૂએ કહ્યું, ટ્રમ્પ ઇતિહાસ બદલી નાખશે.

અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર બોમ્બ ફેંક્યા છે. ઉપરાંત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના આ હુમલામાં ઈરાનના ત્રણેય પરમાણુ સ્થળોનો નાશ થયો છે. અમેરિકાના આ હુમલા બાદ, ઇઝરાયલી રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન બહાર આવ્યું છે. નેતન્યાહૂએ આ હુમલા માટે અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ કહ્યું, અમેરિકન સેના દ્વારા ઈરાન પર હુમલો “ખૂબ જ સફળ હુમલો” હતો.

હુમલા બાદ નેતન્યાહુ ખુશ થયા

નેતન્યાહુએ અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા આ હુમલા બદલ ટ્રમ્પને અભિનંદન આપ્યા. નેતન્યાહુએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમને અભિનંદન. અમેરિકાની અદ્ભુત શક્તિથી ઈરાનના પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવાનો તમારો બોલ્ડ નિર્ણય ઇતિહાસ બદલી નાખશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું ઘણીવાર કહું છું કે ‘શાંતિ ફક્ત શક્તિ દ્વારા જ સ્થાપિત થઈ શકે છે. પહેલા શક્તિ આવે છે, પછી શાંતિ આવે છે. આજે રાત્રે, ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાએ મહાન શક્તિ સાથે કામ કર્યું.

“કોઈ આ કરી શકતું નથી”

નેતન્યાહુએ વધુમાં કહ્યું, ઓપરેશન રાઇઝિંગ લાઇનમાં, ઇઝરાયલે અદ્ભુત કાર્યો કર્યા છે, પરંતુ આજે રાત્રે ઇરાનની પરમાણુ સુવિધાઓ સામેની કાર્યવાહીમાં, અમેરિકા અજોડ રહ્યું છે. તેણે તે કર્યું છે જે પૃથ્વી પરનો બીજો કોઈ દેશ કરી શક્યો નથી. ઇતિહાસમાં નોંધાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વના સૌથી ખતરનાક શાસન – વિશ્વના સૌથી ખતરનાક શસ્ત્રોને નકારવાનું કામ કર્યું.

અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો

અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર બોમ્બ ફેંક્યા. આ ત્રણેય સ્થળો ઈરાનને પરમાણુ શક્તિ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. આના દ્વારા ઈરાન ટૂંક સમયમાં પરમાણુ શક્તિ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું હતું, પરંતુ હવે અમેરિકાના હુમલા પછી ઈરાનની પરમાણુ યોજનાને નુકસાન થયું છે.

આ હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ હુમલા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું દુનિયાને કહેવા માંગુ છું કે આ હુમલામાં અમને મોટી લશ્કરી સફળતા મળી છે. ઈરાનની મુખ્ય પરમાણુ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

“યુએસ-ઈઝરાયલે એક ટીમ તરીકે કામ કર્યું”

આ હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આભાર માન્યો. ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે એક ટીમ તરીકે કામ કર્યું. અમે ઈરાનના ભયંકર ખતરાને દૂર કરવામાં ઘણો આગળ વધ્યા છીએ.

ઈરાન ઈઝરાયેલ યુદ્ધ સહિતના આંતરરાષ્ટ્રીય  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">