Bank Closed in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ બેન્ક બંધ રહેતા લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

Afghanistan Protest: અફઘાનિસ્તાનના કાબુલમાં સેંકડો લોકોએ રસ્તાઓ પર વિરોધ કર્યો છે. તાલિબાનના આગમન બાદ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓ બેંકો અને એટીએમમાંથી પૈસા ઉપાડી શકતા નથી.

Bank Closed in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ બેન્ક બંધ રહેતા લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
Protest in Kabul Over Bank Closure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 10:09 PM

Protests in Kabul Against Closure of Banks: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનના કબ્જા બાદ સામાન્ય લોકો પાઈ પાઈથી મોહતાજ થઈ ગયા છે. લોકો પાસે ખાવાના પૈસા પણ નથી. દેશભરમાં સેન્ટ્રલ બેન્કો, ખાનગી બેન્કો અને મની એક્સચેન્જ માર્કેટ પણ બંધ છે. જેના કારણે શનિવારે, સેંકડો પુરુષો અને સ્ત્રીઓ કાબુલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પૈસાની અછતને કારણે આ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદર્શન કરતા લોકોએ માંગ કરી કે તેઓને તેમના પૈસા પાછા આપવામાં આવે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લોકો કાબુલ બેંક અને ખાનગી બેન્કોની બહાર ભેગા થયા હતા, પરંતુ તેમને તેમના જમા કરેલા નાણાં મળ્યા નહીં. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક અમીરાતની સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાને ગુરુવારે તમામ બેન્કોને શનિવાર સુધી ખોલવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે તમામ કામગીરી ફરી શરૂ કરવી જોઈએ. તાલિબાનના આદેશો અને સુરક્ષા અંગે ખાતરી હોવા છતાં બેંક કર્મચારીઓ કામ પર પાછા ફર્યા નથી અને આ કારણોસર બેંકો બંધ છે. અહીં ફરી કામ શરૂ કરી શકતા નથી.

બેંક માલિકો કેમ કામ શરૂ નથી કરી રહ્યા?

બેન્ક માલિકોનું કહેવું છે કે જ્યાં સુધી દેશની સેન્ટ્રલ બેંક ખુલશે નહીં ત્યાં સુધી તેઓ પોતાની શરૂઆત નહીં કરે. બીજી બાજુ ચલણ વિનિમય બજારો પણ બંધ છે. ત્યાં કામ કરતા લોકોએ આ સ્થિતિ માટે દેશની કેન્દ્રીય બેંકને જવાબદાર ઠેરવ્યા છે. દેશમાં બેંકો બંધ થયાને લગભગ બે અઠવાડિયા થઈ ગયા છે. જેના કારણે લાખો લોકો પાસે રહેવા માટે પૈસા નથી. એમ્પ્લોયરો તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં અસમર્થ છે અને જે કર્મચારીઓના બેંક ખાતામાં પૈસા છે, તેઓ પણ બેંક બંધ હોવાને કારણે તેમને ઉપાડી શકતા નથી.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તાલિબાનના કબ્જા પછી દેશ છોડીને ભાગી ગયા

તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કરી લીધો. જે બાદ લોકોની ચૂંટાયેલી સરકાર ભાંગી પડી હતી. આ દિવસે રાષ્ટ્રપતિ રહેલા અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. એવા સમાચાર હતા કે તે ચાર કાર અને ખાનગી વિમાનમાં ઓમાન પહોંચ્યા હતા. તેઓએ વિમાનમાં એટલા પૈસા ભરી દીધા કે કેટલાક તો ઉડી ગયા હતા. હાલમાં તે પોતાના પરિવાર સાથે સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. તેમના સિવાય દેશના અન્ય ઘણા નેતાઓએ પણ અન્ય દેશોમાં આશરો લીધો છે.

આ પણ વાંચો : PM SVANidhi Yojana: 23 લાખ લોકોને ઉપયોગી થઈ છે આ યોજના, જાણો શું છે ફાયદા અને કઈ રીતે લઈ શકાય છે લાભ

આ પણ વાંચો :PM Jan Dhan Yojanaના 7 વર્ષ પુર્ણ, અત્યાર સુધીમાં ખોલાયા 43 કરોડ એકાઉન્ટ સાથે 2-2 લાખના વીમાનો પણ લાભ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">