PM Jan Dhan Yojanaના 7 વર્ષ પુર્ણ, અત્યાર સુધીમાં ખોલાયા 43 કરોડ એકાઉન્ટ સાથે 2-2 લાખના વીમાનો પણ લાભ

આજે જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થયા છે. તેની યોજના હેઠળ અત્યાર સુધીમાં 43 કરોડ ખાતા ખોલાયા છે, જેમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ ખાતાની મદદથી સરકાર PMSBY અને PMJJBY યોજનાનો લાભ પણ આપી રહી છે.

PM Jan Dhan Yojanaના 7 વર્ષ પુર્ણ, અત્યાર સુધીમાં ખોલાયા 43 કરોડ એકાઉન્ટ સાથે 2-2 લાખના વીમાનો પણ લાભ
PM Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:53 PM

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana -PMJDY) આજથી બરાબર સાત વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાના  કારણે ભારતના વિકાસનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આ યોજના દ્વારા લાખો પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમના જીવનને વધુ સારું બનાવ્યું. આ યોજનાની મદદથી સિસ્ટમમાં પારદર્શિતા આવી અને સરકાર માટે પણ ઘણા કામ સરળ બન્યા.

જન ધન યોજના હેઠળ ગરીબોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, જેણે ડિજિટલ ઈન્ડિયાને વેગ આપ્યો હતો. માર્ચ 2014 અને માર્ચ 2020ની વચ્ચે ખોલવામાં આવેલા તમામ બેંક ખાતામાંથી લગભગ અડધા ખાતા પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલાયેલા ખાતા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અત્યાર સુધીમાં 43 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે અને આ લોકોએ મળીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા જન ધન ખાતામાં જમા કરાવ્યા છે. બેંક ખાતું ખોલ્યા બાદ સરકાર તમામ યોજનાઓ માટે સબસિડીનો લાભ હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા  આપી રહી છે. આ સાથે વચેટિયાઓનો ખેલ સમાપ્ત થઈ ગયો છે અને લાભાર્થીને જે – તે યોજનાનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.

સરેરાશ રકમ આશરે 3400 રૂપિયા

છેલ્લા છ વર્ષમાં (2015-21), PMJDY ખાતામાં સરેરાશ રકમ લગભગ અઢી ગણી વધીને 3,398 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ આ રકમ 1,279 રૂપિયા હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે 18 ઓગસ્ટે જણાવ્યું હતું કે જન ધન ખાતાઓની સંખ્યા 43 કરોડને પાર કરી ગઈ છે. આ ખાતાધારકોમાં અડધાથી વધારે (23.87 કરોડ) મહિલાઓ છે.

28.70 કરોડ ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે, જ્યારે 36.86 કરોડ ખાતા (લગભગ 86 ટકા) હાલમાં કાર્યરત છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જો બે વર્ષ સુધી જન ધન ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું નથી તો તેને ઈન-ઓપરેટિવ એકાઉન્ટ ગણવામાં આવે છે. જન ધન ખાતા હેઠળ અત્યાર સુધીમાં 31 કરોડ રૂપે કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

43 કરોડ ખાતા ખોલવામાં આવ્યા

જન ધન યોજનાને કારણે 31 જુલાઈ 2020 સુધીમાં ફક્ત 256 ગામો જ એવા બચ્યાં છે, જે અનબેન્ક્ડ (બેન્કની સુવિધા ન હોય તેવા ગામ) છે. 98 ટકા ગામો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે. માર્ચ 2015માં જન ધન ખાતાઓની સંખ્યા માત્ર 15 કરોડ હતી, જે 8 ઓગસ્ટ 2021ના ​​રોજ 43 કરોડને પાર કરી ગઈ છે.

આ યોજનાની મદદથી સરકાર PMJJBY ચલાવી રહી છે

સરકાર જન ધન ખાતા દ્વારા સામાજિક સુરક્ષા કાર્યક્રમ ચલાવી રહી છે. મોદી સરકારે 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ( Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY)  શરૂ કરી હતી. તે એક વર્ષની જીવન વીમા પોલિસી છે, જે દર વર્ષે રિન્યૂ કરવાની હોય છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ માત્ર 330 રૂપિયા છે. 11 ઓગસ્ટ 2021 સુધી 4,92,127 જન ધન ખાતાધારકોએ આ વીમા યોજનાનો લાભ લીધો છે.

PMSBY હેઠળ 2 લાખનો અકસ્માત વીમો ઉપલબ્ધ 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની સાથે સાથે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આ એક આકસ્મિક વીમા પોલિસી છે, જે એક વર્ષની છે. તેને દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે અને આ માટેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. 11 ઓગસ્ટ 2021 સુધીમાં 87,226 જન ધન ખાતાધારકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ પણ વાંચો :  RBIનું વિદેશી મુદ્રા ભંડાર આ સપ્તાહે ઘટ્યું, 2.47 અરબ ડોલર ઘટીને 616.895 અરબ ડોલર પહોંચ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">