Afghanistan Crisis : તાલિબાને 1 હજારથી વધુ નાગરિકોને દેશ છોડવા પર લગાવ્યો પ્રતિબંધ, એરપોર્ટ પાસે કર્યા કેદ

અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનમાં અટવાયેલા વિમાનોમાં હાલમાં કોઈ મુસાફરો નથી. દેશમાં ફસાયેલા લોકોને એરપોર્ટ નજીક રાખવામાં આવ્યા છે.

Afghanistan Crisis : તાલિબાને 1 હજારથી વધુ નાગરિકોને દેશ છોડવા પર લગાવ્યો પ્રતિબંધ, એરપોર્ટ પાસે કર્યા કેદ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 2:17 PM

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ (Taliban) કબજો કર્યા બાદ ઘણા દેશના નાગરિકો પરત ફરી ગયા છે. આ વચ્ચે ફસાયેલા 1,000 થી વધુ લોકોને તાલિબાન અફઘાનિસ્તાન છોડતા રોકી રહ્યું છે. જેમાં ડઝનેક અમેરિકી નાગરિકો અને અફઘાન લોકો સામેલ છે. આ લોકો પાસે અમેરિકા સહિત અન્ય દેશોના વિઝા છે. અમેરિકન મીડિયા રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક વિમાનો પ્રસ્થાન માટે તાલિબાન તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિમાનોને એટલા માટે રોકવામાં આવ્યા છે કારણ કે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત ચાલી રહી છે.

આ એ સમય પર થઇ રહ્યું છે જ્યારે અમેરિકાએ ગત અઠવાડિયે અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા. તાલિબાને ઝડપથી અલગ-અલગ પ્રાંત પર કબજો કરીને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કરી લીધો હતો. આ બાદ અફઘાન સરકારનું પતન થયું અને રાષ્ટ્રપતિ અશરફ ગનીને દેશ છોડીને જવું પડ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અમેરિકન મીડિયા અહેવાલો કહે છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા વિમાનોમાં હાલમાં કોઈ મુસાફરો નથી. દેશમાં ફસાયેલા લોકોને એરપોર્ટ નજીક રાખવામાં આવ્યા છે. તાલિબાન લડવૈયાઓ આ લોકોને એરપોર્ટની અંદર જવા દેતા નથી.

તાલિબાનોએ અમેરિકનોને દેશ છોડતા અટકાવ્યા નિકાસ ઓપરેશન સાથે સંકળાયેલા પેન્ટાગોનના અધિકારીએ જણાવ્યું હતું કે, તાલિબાન આ લોકોને બહાર જતા રોકવા માંગે છે કારણ કે તેઓ આ લોકોને અમેરિકા સાથેના સહયોગ બદલ સજા કરવા માંગે છે. પેન્ટાગોનના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી મિક મુલરોયે કહ્યું કે જો તાલિબાન ખરેખર સોદાબાજી માટે લોકોનો ઉપયોગ કરી રહ્યું છે, તો તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

આ દરમિયાન અમેરિકા હાઉસ ફોરેન અફેર્સ કમિટીના વરિષ્ઠ રિપબ્લિકન માઇકલ મેકકોલે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, તાલિબાનોએ છ વિમાનોમાં સવાર અમેરિકનોને મઝાર-એ-શરીફ એરપોર્ટ પર દેશ છોડતા અટકાવી દીધા છે.

ગયા શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને કહ્યું હતું કે, અમેરિકા એવા નાગરિકો સાથે સતત સંપર્કમાં છે જેઓ હજુ પણ અફઘાનિસ્તાન છોડવા માંગે છે. સૈનિકો અફઘાનિસ્તાનમાંથી ખસી ગયાના થોડા દિવસો પછી, બ્લિન્કેને કહ્યું, અમારી નવી ટીમ કતારની રાજધાની દોહામાં કામ કરી રહી છે.

અફઘાનિસ્તાનમાં બાકી રહેલા અમેરિકનો સાથે સતત સંપર્ક છે. અમે મેનેજમેન્ટ ટીમને તેમના પરત ફરવાનું કામ સોંપ્યું છે. બ્લિન્કેને કહ્યું કે અમેરિકા તાલિબાન સાથે વાતચીત ચેનલો જાળવવાનું ચાલુ રાખશે જેથી નાગરિકોને પરત ફરવાને લઈને વાતચીત થઇ શકે.

આ પણ વાંચો :Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

આ પણ વાંચો : Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">