કાબુલથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા 100 લોકોના નામ ‘ટેરર વૉચ લિસ્ટ’માં સામેલ

યુએસ સરકારના એક અધિકારીએ ડિફેન્સ વનને જણાવ્યું હતું કે સંરક્ષણ વિભાગની સ્વયં સંચાલિત બાયોમેટ્રિક ઓળખ પ્રણાલી દ્વારા અફઘાનિસ્તાથી આવેલા લોકોની તપાસ કરવામાં આવી. તેમાંથી કેટલાક ગુપ્તચર એજન્સીની વોચ લિસ્ટના ડેટા સાથે મેળ ખાતા જોવા મળ્યા હતા.

કાબુલથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા 100 લોકોના નામ 'ટેરર વૉચ લિસ્ટ'માં સામેલ
સાંકેતિક તસ્વીર

એક અમેરિકી (America) અધિકારીએ ચેતવણી આપી છે કે કાબુલમાંથી (Kabul) કાઢવામાં આવેલા 100થી વધુ અફઘાન નાગરિકો ગુપ્તચર એજન્સીના આતંકી વોચ લિસ્ટમાં (Intelligence agency watch lists) છે. એવું જાણવા મળ્યું છે કે કતારથી (Qatar) આવેલો એક પ્રવાસી ISIS સાથે જોડાયેલો છે.

 

યુએસ સરકારના એક અધિકારીએ ડિફેન્સ વનને જણાવ્યું હતું કે સંરક્ષણ વિભાગની સ્વયં સંચાલિત બાયોમેટ્રિક ઓળખ પ્રણાલી દ્વારા અફઘાનિસ્તાથી આવેલા લોકોની તપાસ કરવામાં આવી. તેમાંથી કેટલાક ગુપ્તચર એજન્સીની વોચ લિસ્ટના ડેટા સાથે મેળ ખાતા જોવા મળ્યા હતા.

 

વિદેશ વિભાગના એક પ્રવક્તાએ ડેલીમેલ ડૉટ કૉમને જણાવ્યુ કે ગુપ્તચર એજન્સીઓ, કાયદા અમલીકરણ અને કાઉન્ટર ટેરરિઝમ પ્રોફેશનલ્સ તમામ ખાસ વિઝા અરજદારો અને અન્ય અફઘાનોને યુ.એસમાં પ્રવેશવાની અનુમતિ આપતા પહેલા સ્ક્રીનીંગ અને સુરક્ષાની તપાસ કરી રહ્યા છે. અમે દરેક કેસની તપાસ માટે સંસાધનો એકત્ર કરી રહ્યા છીએ, જેથી દેશને સુરક્ષા કરી શકાય.

 

કેટલાક લોકો પર અધિકારીઓને ગઈ શંકા

વિદેશ વિભાગે ડેલીમેલ ડૉટ કોમને એ વાતની પૃષ્ટી કરવાની ના પાડી દીધી કે શું કોઈ ઈમિગ્રન્ટના ISIS સાથે સંબંધ હોવાની જાણકારી મળી. યુએસ કસ્ટમ્સ એન્ડ પેટ્રોલ (CBP) એજન્ટો દ્વારા ચહેરાની ઓળખ, આઈરીસ સ્કેન અને ફિંગર પ્રિન્ટ સહિત બાયોમેટ્રિક ડેટા કાયદા અમલીકરણ ડેટાબેઝ સાથે મેળવી શકાય છે.

 

આના દ્વારા અફઘાન નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ડિફેન્સ વનને કહ્યું કે કેટલાક અફઘાન નાગરિકો હતા, જેમના પર શક થયો, પરંતુ મોટાભાગના મામલાઓમાં આગળની તપાસ બાદ તેમને અમેરિકામાં પ્રવેશની અનુમતિ આપવામાં આવી છે.

 

કતારે 40,000 લોકોને સુરક્ષિત કાઢવામાં મદદ કરી

કતારે કહ્યું કે તેમણે 40,000થી વધુ લોકોને કાબુલ એરપોર્ટ (Kabul Airport) પરથી બહાર કાઢવામાં મદદ કરી છે. આ દેશે કહ્યું છે કે મોટાભાગના લોકો અસ્થાયી આવાસમાં રહ્યા બાદ કતારમાંથી પસાર થશે. કતારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે પરામર્શ કરીને આગામી દિવસોમાં નિકાસી પ્રયાસો ચાલુ રહેશે. તાલિબાનની કતારમાં પણ ઓફિસ છે અને આ અમેરિકા સત્તામાંથી બેદખલ કરવામાં આવેલી અફઘાન સરકાર અને વિદ્રોહિયો વચ્ચે વાર્તાનું સ્થળ છે.

 

આ પણ વાંચોAfghanistan Crisis: અફઘાનિસ્તાનમાં ‘તાલિબાન રાજ’ આવતા જ પાકિસ્તાન સાથે 50 ટકા વેપાર વધ્યો

 

આ પણ વાંચો :Afghanistan: કાબુલ એરપોર્ટ પર પાણી અને ખોરાકનો ભાવ આસમાને, લોકો ભુખ્યા-તરસ્યા રહેવા માટે બન્યા મજબુર!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati