Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં ‘તાલિબાન રાજ’ આવતા જ પાકિસ્તાન સાથે 50 ટકા વેપાર વધ્યો

અફઘાનિસ્તાન (Afghanistan) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે તાલિબાનોએ યુદ્ધગ્રસ્ત દેશ પર કબજો કર્યો, ત્યારથી પાકિસ્તાન સાથે વેપાર 50 ટકા વધ્યો છે.

Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં 'તાલિબાન રાજ' આવતા જ પાકિસ્તાન સાથે 50 ટકા વેપાર વધ્યો
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 5:55 PM

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાનોએ (Taliban) કબ્જો કર્યા બાદ સ્થિતિ કથળી રહી છે તો બીજી તરફ અમુક દેશને ફાયદો પણ થયો છે. આ વચ્ચે તાલિબાને સરહદ પાર અને પરિવહન સુવિધાઓનો કબજો મેળવ્યો ત્યારથી પાકિસ્તાન (Pakistan) અને યુદ્ધગ્રસ્ત દેશ વચ્ચે વેપાર 50 ટકા વધ્યો છે.

સ્થાનિક મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સચેન્જોમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવા છતાં અફઘાનિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ(Afghanistan’s chamber of commerce and industry) અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વેપારમાં વધારો થયો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ચેમ્બરના ડેપ્યુટી ખાન જાન આલોકઝાઈના જણાવ્યા અનુસાર બેંક બંધ થવાના કારણે ટ્રાન્ઝિટ સેક્ટરમાં પડકારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનની નિકાસ અને પાકિસ્તાનની આયાતમાં વધારો થયો છે. દરમિયાન સોમવારે 23 ઓગસ્ટના રોજ ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઓફ અફઘાનિસ્તાનના સભ્યો તાલિબાનના સભ્યોને મળ્યા અને તેમને ખાનગી ક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. તાલિબાને આ મુદ્દે ઉકેલ લાવવાનું વચન આપ્યું છે.

તાલિબાન આર્થિક નીતિ લાગુ કરવા માટે કામ કરી રહ્યું છે

તાલિબાનની વિનંતી પછી ઈરાને તેલ અને ગેસની નિકાસમાં પણ વધારો કર્યો છે. અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીબુલ્લાહ મુજાહિદે સોમવારે એક સભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર આર્થિક વ્યવસ્થામાં સુધારો કરવા અને સરકાર દ્વારા બનાવવામાં આવેલી આર્થિક નીતિને લાગુ કરવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ એક આશ્ચર્યજનક પગલામાં તાલિબાનના આર્થિક અને નાણાં પંચે આગામી આદેશ સુધી અફઘાનિસ્તાનથી ધાતુની આયાત પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ બેંકે અફઘાનિસ્તાનને આર્થિક સહાય સ્થગિત કરી દીધી છે

કમિશનના જણાવ્યા મુજબ વિદેશી દેશો ધાતુ માટે ઓછા પૈસા ચૂકવી રહ્યા છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન અને વ્યવસાયને તેની મોટી માત્રાની જરૂર છે. દરમિયાન, વિશ્વ બેંકે મંગળવારે કહ્યું કે તે તાલિબાનના નિયંત્રણ હેઠળની મહિલાઓની દુર્દશા અંગે ચિંતાને કારણે અફઘાનિસ્તાનને આર્થિક સહાય સ્થગિત કરી રહી છે. અફઘાન અર્થતંત્ર વિદેશી સહાય પર નિર્ભર છે અને ખાદ્ય ખર્ચ વધી રહ્યો છે. બીજી બાજુ તાલિબાનના કબ્જા બાદથી દેશમાં મહિલાઓ અને બાળકોની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.

આ પણ વાંચો : Afghanistan : તાલિબાને હથિયારો સહિત ઘણા ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ઉપર કર્યો કબજો, રશિયાએ ચિંતા વ્યક્ત કરી સાથે ભારત માટે પણ ખતરો

આ પણ વાંચો :કંગાળ અફઘાનિસ્તાનના પેટાળમાં ધરબાયેલો છે અમૂલ્ય ખજાનો , તાલિબાનીઓને પાછલા બારણે મદદ કરી કોણ ઉલેચવા માંગે છે અઢળક સંપત્તિ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">