Afghanistan: દવાઓથી ભરેલી 50થી વધુ ટ્રક સરહદ પર અટકતા યુનિયન ફાર્મસીએ મેડિકલ સપ્લાયની અછતની આપી ચેતવણી

મેડિકલ ફેક્ટરીના ચીફ ઈન્સ્પેકટર અબ્દુલ કરીમ ખુસ્તીએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રકોને સરહદ પર રોકી દેવામાં આવી છે. તેથી ઘણી ફેક્ટરીઓ દવા બનાવવા માટે જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરી રહી છે.

Afghanistan: દવાઓથી ભરેલી 50થી વધુ ટ્રક સરહદ પર અટકતા યુનિયન ફાર્મસીએ મેડિકલ સપ્લાયની અછતની આપી ચેતવણી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:39 PM

તાલિબાન (Taliban)ના કબ્જા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ લથડી ગઈ છે. અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે તો ઘણી ટ્રકોને સરહદ પર રોકી દેવામાં આવી છે. જેથી ફેક્ટરીઓ દવા બનાવવા માટે જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરી રહી છે. અફઘાનિસ્તાનમાં યુનિયન ઓફ ફાર્મસીના માલિકે કહ્યું છે કે દવાઓથી ભરેલા 50થી વધુ ટ્રકને સરહદ પર રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે દેશને તબીબી પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અજ્ઞાત કારણોસર સરહદો બંધ કરી દેવામાં આવી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર યુનિયને ચેતવણી આપી છે કે જો ટ્રકોને અફઘાનિસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે તો આગામી મહિનામાં દેશમાં તબીબી પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ શકે છે. યુનિયનના સભ્ય અઝીઝુલ્લા શફીકે જણાવ્યું કે દવાના કારખાનામાં દવાઓની અછત છે અને જરૂરી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો અફઘાનિસ્તાનમાં તબીબી પુરવઠાનું સંકટ આવી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કારખાનાઓમાં દવા બનાવવા માટે જરૂરી વસ્તુઓનો અભાવ

કાબુલના રહેવાસી શુક્રલ્લાહે કહ્યું કે ડોક્ટરે મને એક પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે. હું છેલ્લા ત્રણ દિવસથી આ દવા શોધી રહ્યો છું. જરૂરી દવા હાલ મળતી નથી. તે જ સમયે ફાર્માસ્યુટિકલ ફેક્ટરીના માલિકોનું કહેવું છે કે દવાઓ બનાવવા માટે જરૂરી વસ્તુઓના અભાવે ઘણી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે.

મેડિકલ ફેક્ટરીના મુખ્ય નિરીક્ષક અબ્દુલ કરીમ ખુસ્તીએ કહ્યું કે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રકોને સરહદ પર રોકી દેવામાં આવી છે અને હવે ઘણી ફેક્ટરીઓ દવા બનાવવા માટે જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરી રહી છે.

બીજી બાજુ તાલિબાન લડવૈયાઓ છેલ્લા 10 દિવસમાં બીજી વખત હથિયારો સાથે કાબુલ ગુરુદ્વારામાં પ્રવેશ્યા છે. સ્થાનિક શીખ લોકોએ જણાવ્યું કે શુક્રવારે હથિયારો સાથે લડવૈયાઓ ગુરુદ્વારામાં પ્રવેશ્યા અને પછી તલાશી લઈને લોકોને પણ ડરાવ્યા હતા. આ ઘટના કાબુલના ગુરુદ્વારા દશમેશ પિતા શ્રી ગુરુ ગોવિંદ સિંહ કર્તા પરવનમાં બની હતી. આ પહેલા પણ તાલિબાન લડવૈયાઓ ગુરુદ્વારામાં પ્રવેશ્યા હતા.

સ્થાનિક શીખ સમુદાયના એક સભ્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “તાલિબાન લડવૈયાઓ ગુરુદ્વારામાં ઘૂસ્યા. તેઓએ ગુરુદ્વારાની શોધખોળ શરૂ કરી અને દાવો કર્યો કે અમે રાઈફલ અને હથિયારો છુપાવી રહ્યા છીએ. તેઓએ અમારા સાંસદ નરિન્દર સિંહ ખાલસાની ઓફિસની પણ તલાશી લીધી, જે હાલમાં ભારતમાં છે. ‘તેમણે કહ્યું,’ અમારા ગુરુદ્વારા પ્રમુખ અને સમુદાયના નેતાઓએ દરમિયાનગીરી કરી હતી.

તેમણે તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓને ફોન કરીને કહ્યું કે અહીં શું થઈ રહ્યું છે. મસ્જિદોમાં થયેલા વિસ્ફોટોમાં સેંકડો શિયા મુસ્લિમો માર્યા ગયા છે, જેનાથી હિન્દુઓ અને શીખો ડરી ગયા છે. આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે અમને જલદીથી અહીંથી બહાર કાઢો અમે મરવા નથી માંગતા.

આ પણ વાંચો : ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે, તરત જ કરી લો આ કામ

આ પણ વાંચો : Video: બિલાડી અને મરઘી વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, વીડિયોમાં જુઓ કે આ લડાઈમાં કોણે મારી બાજી?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">