ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે, તરત જ કરી લો આ કામ

સરકાર અથવા આવકવેરા વિભાગ ટેક્સ રિફંડના પૈસા તે જ ખાતામાં મોકલે છે જે PAN સાથે જોડાયેલ છે. તેથી ધ્યાનમાં રાખો કે જો તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેંક ખાતું આપ્યું છે, પરંતુ પાન કાર્ડ તેની સાથે લિંક નથી તો લાખ પ્રયત્નો છતાં રિફંડના નાણાં તેમાં આવશે નહીં.

ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે, તરત જ કરી લો આ કામ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:24 PM

ઈન્કમટેક્સ રિટર્ન (ITR filing) ભરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કોરોનાને કારણે જે લોકોએ રિટર્ન ફાઈલ કર્યું ન હતું અને ટેક્સ પોર્ટલમાં ગડબડને કારણે સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવી હતી. જો કે ઘણા લોકો એવા છે કે જેઓ છેલ્લી તારીખ લંબાવવાની રાહ જોતા નથી અને તેઓએ ઘણા સમય પહેલા ITR ફાઈલ કરી હતી. હવે આ લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમના ખાતામાં ટેક્સ કપાતની રકમ ક્યારે આવશે.

એ પણ ધ્યાન રાખવું પડશે કે દરેકને ITR રિફંડ માટે પૈસા મળતા નથી. તેની કેટલીક ખાસ શરતો છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષમાં ટેક્સ મર્યાદા કરતાં વધુ ટીડીએસ કપાઈ ગયું હોય અથવા જો ઈન્કમટેક્સના પૈસા ઉમેરવામાં આવ્યા હોય અને ભૂલથી ભરાઈ ગયા હોય તો સરકાર તેને પરત આપે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પરંતુ સરકાર તરફથી પૈસા પરત આપવાનું કામ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કરદાતા ITR ફાઈલ કરવાનું કામ પૂર્ણ કરે અને તેને વેરીફાઈ કરી દે છે. સરકાર તે જ બેંક ખાતામાં નાણાં પરત કરે છે જે કરદાતાએ તેના ITRમાં લખ્યા હોય છે. એટલે કે આઈટીઆરમાં જે ખાતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ટેક્સ રિફંડની રકમ પણ આવે છે.

સરકાર અથવા આવકવેરા વિભાગ ટેક્સ રિફંડના પૈસા તે જ ખાતામાં મોકલે છે જે PAN કાર્ડ સાથે લિંક છે. તેથી ધ્યાનમાં રાખો કે જો તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેંક ખાતું આપ્યું છે, પરંતુ તે એકાઉન્ટ PAN CARD સાથે લિંક નથી તો લાખ પ્રયત્નો છતાં પણ તેમાં રિફંડના પૈસા આવશે નહીં. જો પૈસા મેળવવા હોય તો ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર PANને પ્રિ-વેલિડ કરો. રિફંડના નાણાં મેળવવા માટે આ કામ ખૂબ મહત્વનું છે.

બેન્ક એકાઉન્ટ કેવી રીતે કરી શકાશે વેરીફાઈ?

ITR ફાઈલ કર્યા બાદ અને રિફંડની રાહ જોયા બાદ ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના એકાઉન્ટમાંથી PANને વેરીફાઈ કરવું પડશે. તેનો ઉકેલ સરળ છે અને ક્યાંય જવાની જરૂર નથી. ઘરે કમ્પ્યુટર પર કામ થઈ જાય છે. ઈન્કમટેક્સ પોર્ટલ પર જાઓ અને તેમાં ‘‘My Profile’ ટેબ પર ક્લિક કરો.

આ ટેબમાં તમારી બધી જાણકારીને સંકલિત કરો. આ સાથે જ જુઓ કે અગાઉ આપેલું પાન કાર્ડ સાચું છે કે નહીં તે તપાસો. આપેલ મોબાઈલ નંબર સાચો છે કે નહીં. જો બંને બાબતો સાચી હોય તો કોઈ વાંધો નથી. જો કોઈ પાન નંબર નથી તો તરત જ તેમાં ઉમેરી દો. આઈટી પોર્ટલમાં PAN અને મોબાઈલ નંબર બેંકમાં આપેલા સમાન હોવા જોઈએ.

જો બંને જગ્યાએ આ માહિતી સરખી ન હોય તો તમારે પહેલા બેંકમાં PAN અથવા મોબાઈલ નંબરની માહિતી સુધારવી જોઈએ કારણ કે પૈસા બેંક ખાતામાં જ આવવાના હોય છે. આ રીતે પૈસા અટકી જશે. જો તમે બેંકમાં PAN લિંક કરો છો તો ટેક્સ પોર્ટલના પ્રોફાઈલ ટેબમાં રિકવેસ્ટ બતાવવામાં આવશે. રિકવેસ્ટ પૂર્ણ થયા પછી ટેબ અપડેટ કરવામાં આવશે. જો તેને રિજેક્ટ કરવામાં આવે તો તેની માહિતી પણ અહીંથી મળી જશે.

આ પણ વાંચો : પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ… કરોડનું વળતર

આ પણ વાંચો : T20 World Cup 2021: યુઝવેન્દ્ર ચહલને બહાર કરવાનુ કારણ આવ્યુ સામે, વિરાટ કોહલીએ રાહુલ ચાહરની ખૂબીઓને ગણાવી

g clip-path="url(#clip0_868_265)">