Video: બિલાડી અને મરઘી વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, વીડિયોમાં જુઓ કે આ લડાઈમાં કોણે મારી બાજી?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી મરઘીના ઘેરામાં પ્રવેશીને શિકાર માટે તેમના પર હુમલો કરે છે. પરંતુ મરઘી પણ બિલાડીના દરેક હુમલાને નાકામ બનાવે છે. આ જોયા પછી દરેક લોકો આશ્ચર્યચક્તિ થઇ જાય છે.

Video: બિલાડી અને મરઘી વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, વીડિયોમાં જુઓ કે આ લડાઈમાં કોણે મારી બાજી?
Cat attack chicken in farm
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:23 PM

માણસોને લઈને તો ઘણી કહેવતો પ્રખ્યાત છે. પરંતુ પ્રાણીઓ વિશે પણ કેટલીક કહેવતો જાણીતી છે. જેમાં આપણે ઘણીવાર ઉંદર-બિલાડીની (cat) રમત, સાપ(snack) અને નોળીયાની લડાઈની ચર્ચાઓ સાંભળીએ છીએ.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

જ્યાં સાપ અને નોળીયાની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે તો ઉંદર-બિલાડીની લડાઈ ઘણીવાર બિલાડી બાજી મારી જાય છે. પરંતુ આજે અમે તમને એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક મરઘી બિલાડીને ધૂળ ચટાવી દે છે અને બિલાડીને ત્યાંથી ઉભી પુછડીએ ભાગવું પડયું હતું. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોતા એવું લાગે છે કે તે એક ખેતરનો વીડિયો છે, જ્યાં મરઘીઓનું ટોળું હોય છે. ત્યારે જ એક બિલાડી ત્યાં આવે છે તો એક બિલાડી પણ નજીકમાં બેઠેલી દેખાય છે. પરંતુ આ બિલાડીનો ઈરાદો સારો દેખાતો નથી. તે અહીં અને ત્યાં ફરતા મરઘીનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, કેટલીક મરઘીઓ અહીં અને ત્યાં ખુલ્લા મેદાનમાં ફરી રહી છે, ત્યારે જ એક બિલાડી ત્યાં આવે છે,  બિલાડી મરઘીનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. થોડો સમય જોયા બાદ અચાનક બિલાડી એક મરઘી પર પડે છે અને તેની ગરદન મોઢામાં દબાવે છે.

જ્યારે બિલાડીએ મરઘી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં રહેલી અન્ય મરઘીએ બિલાડી પર હુમલો કર્યો હતો. આમ છતાં પણ બિલાડી વારંવાર હુમલો કરે છે, પરંતુ મરઘી પાસે તેની દાળ ગળતી નથી અને અંતે તેને પીછેહઠ કરવી પડે છે.

જુઓ વિડિયો

બિલાડી અને મરઘીનો આ ઝઘડાના વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ મજેદાર કમેન્ટ કરી હતી. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું ‘બિલાડીને એક સારો પાઠ શીખવ્યો.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું ‘બિલાડી આશ્ચર્ય પામી રહી છે કે હું ક્યાં ફસાઈ ગઈ છું.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર મજેદાર કમેન્ટ કરી હતી.

આ પણ વાંચો : અમેરિકામાં થઈ રહી છે ભારતના આર્થિક સુધારાઓની પ્રશંસા, Retrospective Tax નાબુદ કરવાના નિર્ણયનું સ્વાગત

આ પણ વાંચો : પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ… કરોડનું વળતર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">