અંધાધૂંધી વચ્ચે કાબુલ એરપોર્ટ બંધ થતા ભારતની ફ્લાઇટ બંધ, અફઘાનિસ્તાનમાં ફસાયા છે નાગરિકો

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 8:24 PM

કાબુલમાં હમીદ કરઝાઇ એરપોર્ટ બંધ થવાના કારણે ફ્લાઇટ્સ ચલાવવામાં અસમર્થ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 12:30 વાગ્યે ઉપડવાની હતી પરંતુ એરપોર્ટ બંધ થવાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી.

અંધાધૂંધી વચ્ચે કાબુલ એરપોર્ટ બંધ થતા ભારતની ફ્લાઇટ બંધ, અફઘાનિસ્તાનમાં ફસાયા છે નાગરિકો
Kabul Airport Closed

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી, દેશમાંથી બહાર જવાનો એકમાત્ર રસ્તો કાબુલ એરપોર્ટ (હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ) હતો. જે બંધ કરી દેવામાં આવ્યો  છે. ભારતે કહ્યું કે તે કાબુલમાં હમીદ કરઝાઇ એરપોર્ટ બંધ થવાના કારણે ફ્લાઇટ્સ ચલાવવામાં અસમર્થ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 12:30 વાગ્યે ઉપડવાની હતી પરંતુ એરપોર્ટ બંધ થવાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. અન્ય દેશોની જેમ ભારત પણ આ દેશમાંથી તેના નાગરિકો અને અધિકારીઓને પરત લાવી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર અફઘાનિસ્તાન શીખ અને હિન્દુઓ કે જેઓ અફઘાનિસ્તાન છોડવા ઈચ્છે છે તેમ જ કેટલાક ભારતીય નાગરિકો જેઓ હજુ પણ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે તેમને બહાર કાઢવા  માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘કાબુલમાં સુરક્ષાની સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ખરાબ રહી છે. તે ખૂબ જ ઝડપથી બદલાઈ ગયું છે. ” રાષ્ટ્રપતિ અશરફ ગનીના નેતૃત્વમાં અફઘાન સરકારના પતન બાદ બાગચીએ આ વાત કહી હતી. જ્યારે તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો.

કોમર્શીલ ફ્લાઇટ સ્થગિત અરિંદમ બાગચીએ સોમવારે જણાવ્યું હતું કે, ‘કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને અહીંથી બહાર કાઢવાના અમારા પ્રયાસો અટકી ગયા છે. અમે આ પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ. કાબુલનું હવાઈ ક્ષેત્ર સૈન્ય માટે ખુલ્લું રહેશે. અન્ય ક્રમમાં, વિમાનોને ફરીથી રૂટ કરવાની સલાહ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કાબુલનું એરસ્પેસ અનિયંત્રિત રહી શકે છે.

કાબુલ એરપોર્ટ પર ગોળીબાર કાબુલ એરપોર્ટ હાલમાં અમેરિકાના નિયંત્રણમાં છે. તેથી તેને સૌથી સુરક્ષિત પણ માનવામાં આવે છે. અમેરિકાએ તેના 6000 સૈનિકોને અહીં તૈનાત કર્યા છે. પરંતુ આજે એરપોર્ટ પર અફઘાન નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી, લોકો પણ વિમાનોમાં સવાર હતા. અમેરિકન સૈનિકોએ ભીડને વિખેરવા માટે ગોળીબાર કર્યો હતો. જે બાદ સમાચાર આવ્યા કે ફાયરિંગ બાદ પાંચ લોકોના મોત થયા છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે લોકોનું મોત ગોળીની ઈજાને કારણે થયું હતું કે ભીડને કારણે.

આ પણ વાંચો : Afghanistan: ક્યાંક પોલીસ કારમાં સવાર, તો ક્યાંક સેલ્ફી લેતા તાલીબાનો, જુઓ તાલિબાનના કબજા બાદની કાબુલની તાજી તસવીરો

આ પણ વાંચો : Corona Test: કોવિડ ટેસ્ટમાં TPRથી કોરોનાનો ખતરો ખબર પડે છે, પરંતુ આખરે TPR છે શું ?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati