Afghanistan: અફઘાન હિંદુઓ અને શીખો માટે આવ્યા રાહતના સમાચાર, સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા

Afghanistan Hindu Sikhs: હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સંપૂર્ણ નિયંત્રણ છે. ત્યારથી લઘુમતી હિન્દુ અને શીખ સમુદાયના લોકો પોતાની અને તેમના પરિવારની સલામતીને લઈને ડરી ગયા છે. આ લોકો આ દેશમાંથી બહાર જવા માંગે છે.

Afghanistan: અફઘાન હિંદુઓ અને શીખો માટે આવ્યા રાહતના સમાચાર, સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 4:51 PM

Afghanistan Hindu Sikh Community: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનું(Taliban) શાસન આવતાની સાથે જ અહીં રહેતા લઘુમતી સમુદાયના લોકો પોતાની સુરક્ષાને લઈને ખૂબ જ ડરી ગયા છે. આ લોકોની મદદ માટે તમામ શક્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. કાબુલમાં રહેતા સ્થાનિક શીખોનું(Sikh)  કહેવું છે કે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ગુરુવારે અફઘાનિસ્તાનના કરતા-પરવાન સ્થિત ગુરુદ્વારા સિંહ સભામાંથી 60 જેટલા હિન્દુઓ અને શીખોને સલામત સ્થળે મોકલ્યા હતા.

આમાંથી ઘણા શીખોએ કહ્યું છે કે તેઓ કેનેડા અથવા અમેરિકા મોકલવા કરતાં ભારત જવાનું પસંદ કરશે, કારણ કે ત્યાંની સ્થિતિ ઘણી સારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાન સંસદમાં શીખ સમુદાયના બે સભ્યો અનારકલી કૌર હોનયાર અને નરેન્દ્ર સિંહ ખાલસાનો સમાવેશ થાય છે જેમને કાબુલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નરેન્દ્ર ખાલસા અફઘાન શીખ નેતા અવતાર સિંહ ખાલસાનો પુત્ર છે, જેની 2018માં જલાલાબાદ આતંકી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

લોકોએ ગુરુદ્વારામાં આશરો લીધો

તાલિબાનોએ રાજધાની કાબુલ પર કબજો કર્યો ત્યારથી ઓછામાં ઓછા 285 શીખો અને હિન્દુઓએ ગુરુદ્વારામાં આશરો લીધો છે, જેમાંથી મોટાભાગના લોકો પાસે માન્ય દસ્તાવેજો છે. કાબુલ, જલાલાબાદ અને ગઝનીના રહેવાસીઓ છે. મંગળવારે, કેટલાક અફઘાન શીખોએ વીડિયો જાહેર કર્યો અને અમેરિકા અને કેનેડા પાસેથી મદદ માંગી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર એક શીખ માણસે કહ્યું, ‘પાંચ અફઘાન શીખોની ભારતમાં મિલકત છે અને તેઓ ત્યાં કામ કરે છે, હવે માત્ર ભારત જ જવા માગે છે. તેઓ પોતાની મિલકત ભાડે આપીને પણ જીવી શકે છે, પરંતુ જેમની ભારતમાં મિલકત નથી, તેઓ અમેરિકા કે કેનેડા જવા માગે છે.

ભારતીય અધિકારીઓએ ફોન કર્યો

આ વ્યક્તિએ કહ્યું ‘ગુરુવારે સાંજે કરતા-પરવાન ગુરુદ્વારામાં શીખ અને હિન્દુ નેતાઓનો ફોન આવ્યો હતો. કદાચ તે ભારતીય અધિકારીઓનો ફોન હતો, જેણે ગુરુદ્વારાને 50ની બેચમાં છોડવા કહ્યું હતું. ગુરુદ્વારાના ચાર લોકોએ અમને પ્રથમ બેચમાં બહાર જવાનું કહ્યું પછી ભલે આપણે આવું કરવા માંગતા હોઈએ કે નહીં. તે 60 લોકોની યાદીમાં મારું નામ પણ સામેલ હતું. બેચમાં ભારતીય લોકો પણ સામેલ છે.

આ પણ વાંચો  : અફઘાનિસ્તાનની પંજશીર ખીણ, જ્યાં તાલિબાન પગ મૂકવાના વિચારથી પણ ડરે છે, જાણો શું છે આ ‘અફઘાની કિલ્લો’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">