Dublin News : ડબલિનના મકાનમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા પ્લમ્બરનું થયું મોત
આયર્લેન્ડના ડબલિનમાં ક્લોન્ડલ્કીન શહેરમાં એક મકાનમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા 50 વર્ષીય પ્લમ્બરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસ અને તપાસ એજન્સીએ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આયર્લેન્ડના ડબલિન (Dublin) માં એક મકાનમાં ગુરુવારે સાંજે કામ કરતી વખતે વીજ કરંટ લાગતા પ્લમ્બરનું મૃત્યુ થયું હતું. મૃત્યુની જાણ થતા પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અને બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકવામાં આવી હતી.
વીજ કરંટ લાગતા 50 વર્ષીય વ્યક્તિની મૃત્યુ
ડબલિનનામાં વીજ કરંટ લાગતા મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 50 વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ વ્યક્તિ પ્લમ્બર તરીકે કામ કરી રહ્યો હતો. આ ઘટના ગુરુવારે સાંજે સાંજે 7:50 વાગ્યે બની હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૃતદેહ ઘટનાસ્થળેથી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો
આ ઘટના ડબલિનના ક્લોન્ડલ્કીનમાં એક મકાનમાં સાંજે 7:50 વાગ્યે બની હતી. મૃત્યુ પામનાર 50 વર્ષની વયના આ પ્લમ્બરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાર હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
વીજ કરંટ લાગવાથી થયું મોત
ગુરુવારે સાંજે ડબલિનના એક મકાનમાં પ્લમ્બરના મૃત્યુની તપાસ શરૂ કરવામાં આવી છે. ગરડાઈ (Gardai’s investigation) ની તપાસ પ્રારંભિક તબક્કે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે અને આ કરૂણ મૃત્યુ અકસ્માતે વીજ કરંટથી થયું હતું એવું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Lulea News: વિદેશમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક માટે અમેરિકન યુનિવર્સિટીએ વિયેતનામ અને સ્વીડન બંને સાથે કરી ભાગીદારી
પ્લમ્બરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો
ગરડાઈના પ્રવક્તાએ ડબલિન લાઈવને જણાવ્યું હતું કે, “ગરડાઈને ગઈકાલે 5 ઓક્ટોબર 2023 ના રોજ લગભગ સાંજે 7:50 વાગ્યે ક્લોન્ડાલ્કિનના ડબલિનના એક ઘરમાં થયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ મળ્યો હતો. જેમાં 50 વર્ષની વયના એક માણસને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેનો મૃતદેહ ઘટનાસ્થળેથી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આરોગ્ય અને સલામતી સત્તામંડળને આ બાબતના સંદર્ભમાં સૂચિત કરવામાં આવ્યું હતું અને તેઓ તપાસ કરવા માટે ઘટનાસ્થળે હાજર રહેવાના છે.”
હેલ્થ એન્ડ સેફ્ટી ઓથોરિટીએ તપાસ શરૂ કરી
હેલ્થ એન્ડ સેફ્ટી ઓથોરિટીના પ્રવક્તાએ ડબલિન લાઈવને જણાવ્યું હતું કે, “આરોગ્ય અને સુરક્ષા સત્તામંડળને ગઈકાલે સાંજે ડબલિનના ક્લોન્ડાલ્કિન વિસ્તારમાં એક કાર્યકરના મૃત્યુની જાણ થઈ હતી અને હેલ્થ એન્ડ સેફ્ટી ઓથોરિટીએ મૃત્યુ અંગે તપાસ શરૂ કરી છે. જોકે હાલના સમયે આ સિવાય કોઈ વધુ વિગતો તેમના તરફથી આપવામાં આવી નથી. ”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો