AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત વિરુદ્ધ સાયબર જંગની નવી ચાલ,‘Roar of Sindoor’ રિપોર્ટમાં મોટો ખુલાસો

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારત વિરુદ્ધ એક મોટા સાયબર અટેકનું શ્રડયંત્ર રચવામાં આવી રહ્યું છે.સાયબર હુમલો કરનાર ગ્રુપની ઓળખ થઈ ચૂકી છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મિડિલ ઈસ્ટના અનેક ખતરનાક હેકર ગ્રુપ સામેલ છે.

ભારત વિરુદ્ધ સાયબર જંગની નવી ચાલ,‘Roar of Sindoor’ રિપોર્ટમાં મોટો ખુલાસો
| Updated on: May 13, 2025 | 1:43 PM
Share

ભારત વિરુદ્ધ એક મોટા સાયબર અટેકનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જેનો ખુલાસો “Roar of Sindoor” રિપોર્ટમાં થયો છે. ષડયંત્ર હેઠળ ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની સાથે, ખોટી માહિતી ફેલાવીને દેશમાં સામાજિક અસ્થિરતા ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ગ્રુપમાં મુખ્ય રુપથી APT-36, Team Insane PK, Mysterious Team, Hoax377, અને National Pakistan Allied Group જેવા નામ સામેલ છે.

અત્યારસુધી 1.5 મિલિયન અટેક, 150 સફળ પ્રયાસ

રિપોર્ટ મુજબ આ ગ્રુપ દ્વારા અત્યારસુધી ભારત પર 1,5 મિલિયનથી વધુ સાયબર અટેક કરવામાં આવી ચૂકયા છે. જેમાંથી 150 હુમલા સફળ માનવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ મુખ્યત્વે ભારતના સંરક્ષણ મથકો, ઉર્જા ક્ષેત્ર અને મહત્વપૂર્ણ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત છે.

સાયબર હુમલાની સાથે ચાલી રહ્યું હાઈબ્રિડ વૉર

રિપોર્ટમાં આ ખતરા માત્ર ટેકનોલોજી પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, તેને “હાઈબ્રિડ વોર” નો ભાગ માનવામાં આવે છે. આ યુદ્ધનું એક મુખ્ય પાસું ખોટી માહિતી યુદ્ધ છે એટલે કે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવી. તેનો હેતુ જનતામાં મૂંઝવણ, ભય અને અવિશ્વાસ ફેલાવવાનો છે.

દેશની અંદર સક્રિય થઈ શકે છે સ્લીપર સેલ

રિપોર્ટમાં એ પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતની અંદર સ્લીપર સેલ સક્રિય થઈ શકે છે.જે આ સાયબર અને માહિતી હુમલામાં સહયોગ કરી રહ્યા છે. જોકે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ આ દિશામાં સતર્ક થઈ ગઈ છે.

5000થી વધારે મિસ ઈન્ફોર્મેશન કેમ્પેન

અત્યારસુધી સામે આવેલા આંકડાઓ અનુસાર 5,000થી વધુ ખોટા પ્રચાર અભિયાનો ભારત વિરુદ્ધ ચલાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક મોટા દાવાઓનો સમાવેશ થાય છે જેમ કે મહારાષ્ટ્રમાં પાવર ગ્રિડ પર ખોટા તોડફોટના સમાચાર,બ્રહ્મોસ મિસાઈલ કેન્દ્ર પર હુમલાની અફવાઓ આમાંથી 83 અભિયાનો નિષ્ક્રિ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અત્યારસુધી 38કેમ્પનને સફળતાપૂર્વક દુર પણ કરવામાં આવ્યા છે.

વધતા પડકારો વચ્ચે સાયબર સંરક્ષણને મજબૂત બનાવવાની જરૂર છે

“Roar of Sindoor” રિપોર્ટ ભારતની સાયબર સુરક્ષા માટે ચેતાવણીની ઘંટી છે. આ ન માત્ર ડિજિટલ સંરચનાઓની સુરક્ષાને લઈ સજાગતાની માંગ કરે છે.તેના બદલે, તે સામાજિક માળખાને ગેરમાર્ગે દોરતી માહિતીથી બચાવવાનો પડકાર પણ ઉભો કરે છે. નિષ્ણાતો માને છે કે હવે સમય આવી ગયો છે જ્યારે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાની સમાન સાયબર સંરક્ષણને પ્રાથમિકતા આપવી પડશે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">