Congoમાં હાઈ-વોલ્ટેજ વાયરે 26 લોકોનો જીવ લીધો, મૃતકોમાં મોટાભાગની મહિલાઓ

સ્થાનિક વિક્રેતા ચાર્લીન ત્વાએ કહ્યું, અમે એક ચર્ચમાં ભેગા થયા હતા અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. પછી અચાનક અમે જ્વાળાઓ જોઈ.

Congoમાં હાઈ-વોલ્ટેજ વાયરે 26 લોકોનો જીવ લીધો, મૃતકોમાં મોટાભાગની મહિલાઓ
high-voltage power cable snaps in Congo market (Reuters Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:10 AM

congo : આફ્રિકન રાષ્ટ્ર કોંગો (Democratic Republic of Congo)ની રાજધાની કિન્શાસામાં, ગુરુવારે ‘હાઈ-વોલ્ટેજ’ પાવર કેબલની ઝપેટમાં આવવાથી 26 લોકોના મોત થયા છે.જેમાંથી મોટા ભાગના સ્થાનિક બજારમાં કામ કરતા હતા,મહિલાઓ પણ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. વડા પ્રધાન સમા લુકોન્ડે (Sama Lukonde)એ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે માતાડી કિબાલા માર્કેટમાં ‘હાઈ-વોલ્ટેજ’ વાયર પડવાને કારણે વીજળીનો કરંટ લાગવાથી ઘણા લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 24 મહિલાઓનો સમાવેશ થાય છે. congoના નેશનલ એસોસિએશન ઓફ આર્કિટેક્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માતને ટાળી શકાયો હોત.

નેશનલ ઇલેક્ટ્રિસિટી કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સવારે જોરદાર વાવાઝોડા દરમિયાન બજારમાં વીજળી પડી હતી. કંપનીએ પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. સ્થાનિક વિક્રેતા ચાર્લીન ત્વાએ કહ્યું, ‘અમે એક ચર્ચમાં ભેગા થયા હતા અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. પછી અચાનક અમને જ્વાળાઓ દેખાઈ અને અમે બૂમો પાડી ભગવાન, અમારી રક્ષા કરો. જ્યારે અમે બહાર આવ્યા, તો માલ વેચતા તમામ લોકો જમીન પર પડ્યા હતા.સરકારના પ્રવક્તા પેટ્રિક મુઆયાએ કહ્યું કે, બજારને ખાલી કરવાનું કામ શરૂ થઈ ગયું છે.

બે દિવસમાં બીજો મોટો અકસ્માત

આફ્રિકન દેશ congoમાં સતત બીજા દિવસે મોટી દુર્ઘટના જોવા મળી રહી છે. મંગળવારે, આતંકવાદીઓએ વિસ્થાપિત લોકોના કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા. લોકોને તિક્ષ્ણ હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી રોયટર્સે સ્થાનિક એનજીઓના વડા અને એક સાક્ષીના હવાલાથી આ મામલાની માહિતી આપી છે. આ ઘટના દેશના અશાંત ઇતુરી પ્રાંતની છે. જે દેશના પૂર્વ ભાગમાં છે. અહીં મે 2021થી સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ક્રિસમસ પર પણ હુમલો થયો

congoમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની રહી, પરંતુ આ પહેલા પણ ક્રિસમસ દરમિયાન લોકો પર હુમલા થયા હતા. ત્યારબાદ એક હુમલાખોરે રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યું હતું. જેમાં છ લોકોના મોત થયા હતા. બોમ્બ ધડાકા બાદ ભીષણ ગોળીબાર પણ થયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈને અહીં-ત્યાં ભાગવા લાગ્યા હતા. આ હુમલો ઉત્તર કિવુ પ્રાંતમાં થયો હતો. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા જનરલ સિવેન ઇકેન્ગેએ બાદમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા દળોએ તેને ભીડમાંથી પસાર થતો અટકાવ્યો ત્યારે હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી.

આ પણ વાંચો : UP Assembly Election: પશ્ચિમ યુપીમાં આજે રાજકીય જંગ, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, માયાવતી, અખિલેશ અને જયંત મેદાનમાં ઉતરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">