ફ્રાન્સમાં 11 પાકિસ્તાનીઓની ધરપકડ, મની લોન્ડરિંગ માટે 180 નકલી બેંક ખાતા ખોલાવ્યા, 40 બેંકોમાંથી નાણા જપ્ત કરાયા

ફ્રાન્સમાં 11 પાકિસ્તાનીઓની ધરપકડ, મની લોન્ડરિંગ માટે 180 નકલી બેંક ખાતા ખોલાવ્યા, 40 બેંકોમાંથી નાણા જપ્ત કરાયા
11 pakistani arrested in France for money laundering

ફ્રાન્સની પોલીસે પાકિસ્તાનના એક જૂથના 11 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે ઘણી મોટી છેતરપિંડી કરી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 23, 2022 | 6:14 PM

ફ્રેન્ચ પોલીસે છેતરપિંડીના કેસમાં 11 લોકોની ધરપકડ કરી (Pakistanis Network in France) છે. આ તમામ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યુ છે. આ તમામ પર બનાવટી દસ્તાવેજો અને મની લોન્ડરિંગ (Money Laundering) તેમજ બેંક છેતરપિંડીનો આરોપ છે. જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ફ્રેન્ચ પોલીસે રાજધાની પેરિસની આસપાસના વિસ્તારોમાંથી તમામને પકડી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો સામે 2020થી તપાસ શરૂ કરવામાં આવી હતી. અને તપાસ શરૂ થયાના એક વર્ષથી વધુ સમય બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી.

11 પાકિસ્તાનીઓના આ જૂથ પર નકલી દસ્તાવેજો બનાવવા, બનાવટી દસ્તાવેજોના આધારે નકલી કંપનીઓ બનાવવા, છેતરપિંડી, મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડીનો આરોપ છે. હવે આ તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તમામ પાકિસ્તાનીઓએ બનાવટી દસ્તાવેજો દ્વારા 180 બેંક ખાતા ખોલાવ્યા હતા. આમાંના મોટાભાગના બેંક ખાતા નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા. આ નેટવર્કે 2019 થી 2021 દરમિયાન ગેરકાયદેસર રીતે 41 મિલિયન યુરોનું લોન્ડરિંગ પણ કર્યું છે.

DW ન્યૂઝ અનુસાર, પોલીસે આ આરોપીઓ પાસેથી 287 બનાવટી દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેનો ઉપયોગ નકલી કંપની અને નકલી બેંક એકાઉન્ટ બનાવવા માટે કરવામાં આવ્યો છે. પોલીસે 40 બેંકોના 10 લાખ યુરો પણ જપ્ત કર્યા છે. ધરપકડ સમયે આ લોકો પાસેથી એક લાખ 34 હજાર યુરોની રોકડ રકમ મળી આવી હતી. આ નેટવર્કના લોકો ઉપરાંત પોલીસ પણ કંઈક તપાસ કરી રહી છે. ફ્રાન્સ અને યુરોપિયન મીડિયાએ આ સમાચારને આવરી લીધા છે. આ દર્શાવે છે કે આતંકવાદ ફેલાવવા ઉપરાંત પાકિસ્તાન છેતરપિંડી કરવામાં પણ સૌથી આગળ છે.

ફ્રાન્સ અહીં રહેતા પાકિસ્તાનીઓથી ખૂબ નારાજ છે. ક્યારેક આ લોકો આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે તો ક્યારેક આવી છેતરપિંડી કરે છે. ફ્રાન્સ પાકિસ્તાનીઓના કટ્ટરપંથીકરણથી બિલકુલ અજાણ નથી. 2020 માં, ફ્રાન્સે 25 વર્ષીય આતંકવાદી ઝહીર હસન મહેમૂદ સાથે જોડાયેલા ચાર પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. મેહમુદે અચાનક કેટલાક લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. તેને શંકા હતી કે આ લોકો ચાર્લી હેબ્દો નામના મેગેઝિન માટે કામ કરે છે. એ જ મેગેઝિન જેણે પ્રોફેટનું કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું. આનો બદલો લેવા માટે 2015માં તેમની ઓફિસ પર પણ એક આતંકીએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો –

નિયમોના ઉલાળિયા કરતા નેતાઓ આ સમાચાર જરૂરથી વાંચે, કોરોનાની સ્થિતિને જોતા ન્યુઝીલેન્ડના PM એ રદ કર્યા પોતાના લગ્ન

આ પણ વાંચો –

Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં હુમલાખોરોએ મિની વાનને બનાવી નિશાન, બ્લાસ્ટમાં 7 લોકોના મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati