નિયમોના ઉલાળિયા કરતા નેતાઓ આ સમાચાર જરૂરથી વાંચે, કોરોનાની સ્થિતિને જોતા ન્યુઝીલેન્ડના PM એ રદ કર્યા પોતાના લગ્ન
ન્યુઝીલેન્ડમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાના લગ્ન રદ કર્યા છે. આ સાથે, સોમવારથી દેશમાં રેડ સેટિંગ લાગુ થશે.
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને (New Zealand PM Jacinda Ardern) રવિવારે જણાવ્યું હતું કે તેણે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિએન્ટની નવી લહેર વચ્ચે પોતાના લગ્ન રદ કર્યા છે. નિયમિત કોવિડ -19 (Covid-19) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, આર્ડર્ને કહ્યું, ‘મારા લગ્ન નહીં થાય પરંતુ આ રીતે હું પણ ન્યૂઝીલેન્ડના બાકી લોકોમાં સામેલ થઇ જઇશ જેમને મહામારીના કારણે આ પ્રકારની સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે આરોગ્ય અધિકારીઓને મોટુકામાં એક જ પરિવારમાં નવ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા છે
જેસિન્ડા આર્ડર્ને જણાવ્યું કે આ પરિવાર ગયા અઠવાડિયે ઓકલેન્ડ ગયો હતો. અહીં આ લોકોએ લગ્ન અને અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સિવાય દરેક લોકો એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરવા પણ ગયા હતા. જ્યારે આર્ડર્નને પૂછવામાં આવ્યું કે લગ્ન રદ કરવાના નિર્ણય વિશે તેમને કેવું લાગ્યું? તો આના પર તેણે કહ્યું, ‘આ જ જીવન છે.’ ગયા મહિનાની શરૂઆતમાં, ન્યુઝીલેન્ડે કહ્યું હતું કે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં સરહદ ખોલવાનો નિર્ણય પાછો ખેંચી રહ્યું છે કારણ કે ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.
એક જ પરિવારમાં 9 કેસ નોંધાયા બાદ સરકારે કોવિડ-19 નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. દેશના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને રવિવારે આની જાહેરાત કરી હતી. દેશમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે, રંગ આધારિત નીતિ હેઠળ ‘રેડ સેટિંગ’ સોમવારથી અમલમાં આવશે, જેમાં માસ્ક પહેરવાની જરૂરિયાત અને સભામાં લોકોની સંખ્યા મર્યાદિત કરવા જેવા પગલાં શામેલ છે.
આર્ડર્ને ભારપૂર્વક કહ્યું કે ‘લાલનો અર્થ લોકડાઉન નથી’. તેમણે કહ્યું કે વ્યવસાયો ખુલ્લા રહી શકે છે અને લોકોને તેમના મિત્રો અને પરિવારને મળવાની અને દેશભરમાં ફરવાની સ્વતંત્રતા હશે.
આર્ડર્ને વેલિંગ્ટનમાં પત્રકારોને કહ્યું, ‘અમારી યોજના પ્રારંભિક તબક્કે ઓમિક્રોન સાથેના ચેપને અટકાવવાની છે, જેમ કે ડેલ્ટા વેરિઅન્ટ, જેનું અમે ઝડપથી પરીક્ષણ કરીશું. જેઓ સંપર્કમાં આવ્યા છે તેમને શોધી કાઢવામાં આવશે અને તેમને આઇસોલેટ કરવામાં આવશે જેથી ઓમિક્રોનનો ફેલાવો ધીમો કરી શકાય.’ ન્યૂઝીલેન્ડ એવા કેટલાક દેશોમાં સામેલ છે જ્યાં ઓમિક્રોન રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી શક્યું નથી, પરંતુ આર્ડર્ને સ્વીકાર્યું કે ફેલાવાને રોકવું મુશ્કેલ છે કારણ કે આ પ્રકાર વધુ ચેપી છે.
આ પણ વાંચો –
Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં હુમલાખોરોએ મિની વાનને બનાવી નિશાન, બ્લાસ્ટમાં 7 લોકોના મોત
આ પણ વાંચો –