Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં હુમલાખોરોએ મિની વાનને બનાવી નિશાન, બ્લાસ્ટમાં 7 લોકોના મોત
અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં એક મિની વાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોએ મિનિવાનને નિશાન બનાવી હતી. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
અફઘાનિસ્તાનના (Afghanistan) પશ્ચિમ હેરાત પ્રાંતમાં શનિવારે એક મિની વાનમાં બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો હતો. જેમાં ઓછામાં ઓછા સાત નાગરિકો માર્યા ગયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. તાલિબાનના એક અધિકારીએ આ માહિતી આપી છે. વિસ્ફોટની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી. પરંતુ ઇસ્લામિક સ્ટેટે (Islamic State) દેશમાં અન્યત્ર નાગરિકો અને દેશના નવા તાલિબાન નેતાઓ પર સમાન હુમલાઓ માટે શ્રેયનો દાવો કર્યો છે.
જૂથે 15 ઓગસ્ટના રોજ સત્તા કબજે કરી હતી. હેરાતમાં શનિવારનો બોમ્બ વિસ્ફોટ આ પ્રકારનો પ્રથમ હુમલો હતો. સ્થાનિક તાલિબાન અધિકારી નયમુલહક હક્કાનીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલુ છે.
પશ્ચિમ હેરાતમાં એક તાલિબાન ગુપ્તચર અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે બોમ્બ વાનની ઇંધણ ટાંકી સાથે જોડાયેલો હતો. તેણે નામ ન આપવાની શરતે મીડિયાને આ માહિતી આપી, કારણ કે તે લોકોને આ માહિતી જાહેર કરવા માટે અધિકૃત નથી. હેરાત એમ્બ્યુલન્સના વડા ઇબ્રાહિમ મોહમ્મદીએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી ત્રણની હાલત ગંભીર છે. જેમને પ્રાંતિજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સત્તામાં પરત ફર્યા બાદ તાલિબાને અનેક પ્રતિબંધો લગાવ્યા છે. ખાસ કરીને મહિલાઓ પર ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનએ શનિવારે તાલિબાનને બે મહિલા અધિકાર કાર્યકર્તા ઝરીબ પર્યાની અને પરવાના ઈબ્રાહિમખેલને શોધવા હાકલ કરી હતી, જેઓ બુધવારે કાબુલમાંથી ગાયબ થઈ ગઈ હતી.
UNAMAએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું કે ‘અમે તાલિબાનને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના ઠેકાણા વિશે માહિતી આપે અને તમામ અફઘાનિસ્તાનના અધિકારોનું રક્ષણ કરે.’ જોકે, તાલિબાને તેના ગુમ થવામાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો હતો. તાલિબાનના ગુપ્તચર સભ્યો હોવાનો દાવો કરનારા ઓછામાં ઓછા દસ સશસ્ત્ર પુરુષો બુધવારે કાબુલમાં એક એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા હતા અને તમાના ઝરીબ પર્યાની અને તેની ત્રણ બહેનોની ધરપકડ કરી હતી, એમ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. મહિલા અધિકાર કાર્યકર્તાએ બે મહિલાઓને ઉપાડી જવાના થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો –
અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ
આ પણ વાંચો –