Health Wealth : તમારા પાલતુ કુતરા અને બિલાડીઓ પણ તમને બીમાર કરી શકે છે, જાણો કેવી રીતે? જુઓ Video
જો તમારા ઘરમાં પાલતુ શ્વાન (Pet Dog )અને બિલાડી જેવા પ્રાણીઓ હોય તો તે તમને જીવલેણ બીમારીનો શિકાર બની શકે છે. આના કારણે તમે અનેક રોગોથી પણ સંક્રમિત થઈ શકો છો. તે શું છે તે જાણો. નહિ તો આ અહેવાલ વાંચો અને સમજો કે કઈ રીતે તમે બીમારીની ઝપેટમાં આવી શકો છો.

આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. જે આજે એક જાણે ટ્રેન્ડ બની ગયો છે. લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન અને બિલાડી જેવા પ્રાણીએ રાખી રહ્યા છે. તેને ઘરમાં તો રાખે છે સાથે તેને ફરવા લઈ જાય છે અને સાથે જમાડે પણ છે. સાથે સુવડાવે પણ છે. આપણે જાણીએ કે આ વાત સારી છે પરંતુ આ પાલતુ પ્રાણીઓ રોગોથી સંક્રમિત પણ કરી શકે છે.આજુબાજુના બાળકો પણ આ પાલતુ પ્રાણીઓ (Pet Dog) સાથે રમવાનો આગ્રહ રાખતા હોય છે.
સ્કિન એલર્જી પણ થઈ શકે છે
આ વિશે Fortis Hospital Gurgaonના ડો બેલા શર્માએ માહિતી આપી છે. આજકાલ પાલતુ પ્રાણીઓની સંખ્યા વધી રહી છે. સાથે આપણા ઘરમાં વડીલો અને નાના બાળકો પણ રહેતા હોય છે તેને ખુબ કાળજી રાખવી જોઈએ. કેટલાક પાલતુ પ્રાણીઓ હોય છે જેના વાળ ખુબ જ ખરતા હોય છે. જેના કારણે કેટલાક લોકોને એલર્જી પણ થઈ શકે છે. શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. સાથે સ્કિન એલર્જી પણ થઈ શકે છે.
નાના બાળકો હોય છે જે પાલતુ શ્વાન સાથે રમતા હોય છે અને તેને જાણ થતી નથી અને તે રોગની ઝપેટમાં આવે છે. કોઈ અસ્થમાના દર્દીઓ છે તેને ખુબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તે જલ્દી ઈન્ફેક્શનની ઝપેટમાં આવી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, તે ફંગલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી જાય છે.
કબુતરના મળમાંથી ખુબ ગંદકી થઈ જાય છે
કેટલાક લોકોને કબુતર પાળવાનો શૌખ હોય છે. લોકો કબુતરને દાણા ખાવાના બહાને પુર્ણ્ય કમાવવાનું કામ કરે છે. પરંતુ તે ખુબ ખોટી વસ્તુ છે. તેના મળમાંથી ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. કારણ કે, વરસાદી વાતાવરણમાં કે પછી ભેજવાળી જગ્યા પર કબુતરના મળમાંથી ખુબ ગંદકી થઈ જાય છે. તે શ્વાસમાં લે છે. રોગોની ઝપેટમાં આવે છે. અમે એવું નથી કહી રહ્યા કે તમે પાલતુ પ્રાણીઓ ન પાળો પરંતુ અમે એવું કહી રહ્યા છીએ કે, પાલતુ પ્રાણીઓ પાળવાનો શૌખ છે તો જરુર પુરો કરો, સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરુરી છે. તેમજ તેને આપવામાં આવતી રસી પણ યોગ્ય સમયે આપી દો.
તમારા પાલતુ શ્વાન પણ સ્વચ્છ રહેશે
કારણ કે તેનાથી તે તો સ્વસ્થ રહેશે સાથે તમે પણ સ્વસ્થ રહેશો અને સલામત રહેશો. જ્યારે તમે પાલતુ કૂતરા અને બિલાડીને બહાર ફરવા લઈ જાવ છો અને પાછા પરત ફરી તમે હાથ પગની સફાઈ કરો છો. તેવી જ રીતે તમે પાલતુ શ્વાનની પણ સફાઈ કરો. તેનું મોઢું ખાસ સાફ કરો કારણ કે તમે બહાર લઈ ગયા છો તો તેણે અનેક જગ્યા પર મોઢું નાંખ્યું હશે. ઘરે આવી તે પરિવારના સભ્યોના હાથ પગ પર મોઢું નાંખશે. માટે જો તમે સ્વછતાનું પાલન કરશો તો તમે પણ સ્વસ્થ રહેશો અને તમારા પાલતુ શ્વાન પણ સ્વચ્છ રહેશે.
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો