AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટ કોહલીએ સતત ચોથી વખત IPL માં 600 રન બનાવીને ઈતિહાસ રચ્યો, આ કમાલ કરનાર પહેલો ખેલાડી

ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ સાથે તેણે IPL 2026 માં 600 થી વધુ રન બનાવ્યા હતા. કોહલીએ સતત ચોથી વાર IPL માં 600 થી વધુ રન બનાવ્યા છે અને તે આ કમાલ કરનાર પહેલો ખેલાડી બન્યો છે.

Breaking News: વિરાટ કોહલીએ સતત ચોથી વખત IPL માં 600 રન બનાવીને ઈતિહાસ રચ્યો, આ કમાલ કરનાર પહેલો ખેલાડી
Virat KohliImage Credit source: X/IPL
| Updated on: May 26, 2026 | 9:18 PM
Share

વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. ભલે તે અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ તેણે આ ઇનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ બનાવ્યો. તેણે આ સિઝનમાં 600 રનનો આંકડો વટાવી દીધો, અને સતત ચાર IPL સિઝનમાં પચાસથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. જોકે, આ ઇનિંગ દરમિયાન તેને જેસન હોલ્ડરે મોટો ઝટકો આપ્યો.

વિરાટ કોહલીએ 600 રન પાર કર્યા

વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સતત ચાર વખત 600 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. 2023 માં, તેણે 639 રન બનાવ્યા. 2024 માં કોહલીએ 741 રન બનાવ્યા. 2025 માં વિરાટે 657 રન અને હવે તેણે ફરી એકવાર 600 રનનો આંકડો વટાવી દીધો છે. વધુમાં, તેણે IPLમાં છ વખત 600 થી વધુ રન બનાવ્યા છે. તે આ બાબતમાં નંબર વન છે. કેએલ રાહુલે ચાર વખત અને શુભમન ગિલે ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે.

કોહલીના IPL રન તેના ટેસ્ટ રન કરતા વધુ

વિરાટ કોહલીના IPL રન તેના ટેસ્ટ રન કરતા વધી ગયા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9230 રન બનાવ્યા છે, અને હવે તેણે IPLમાં તેને વટાવી દીધા છે. કોહલી દરેક ફોર્મેટમાં ભારતનો સૌથી બેસ્ટ બેટ્સમેન છે અને તેના શાનદાર રેકોર્ડ આ વાતના સાક્ષી છે.

જેસન હોલ્ડરે વિરાટને આઉટ કર્યો

વિરાટ કોહલીને જેસન હોલ્ડરે 43 રન પર બોલ્ડ કર્યો હતો. હોલ્ડરે તેને નવમી ઓવરમાં કોહલીને આઉટ કર્યો. કોહલીએ શોર્ટ ડિલિવરી પર શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટ સાથે અથડાયો અને સ્ટમ્પમાં વાગ્યો. ખાસ વાત એ છે કે ગુજરાત ટાઈટન્સ સામેની પાછલી મેચમાં પણ કોહલી આવી જ રીતે આઉટ થયો હતો અને ત્યારે પણ જેસન હોલ્ડરે જ વિકેટ લીધી હતી.

Breaking News: ટોસ હારતા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર નિશ્ચિત? ગુજરાત ટાઈટન્સને મળી મોટી ભેટ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">