AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: મહિલાઓમાં હોર્મોનલ ડિસઓર્ડરનાં કારણો શું છે અને તેના લક્ષણો શું છે?

સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન (hormonal imbalance)ની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે હોર્મોનલ અસંતુલનનું કારણ શું છે અને તેના લક્ષણો શું છે.

Health: મહિલાઓમાં હોર્મોનલ ડિસઓર્ડરનાં કારણો શું છે અને તેના લક્ષણો શું છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 9:57 AM
Share

સ્વસ્થ રહેવા માટે શરીરમાં હોર્મોનલ (hormonal imbalance)ને સંતુલિત કરવા ખુબ જરુરી છે. હોર્મોનમાં ગડબડ થવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. કમજોરીથી લઈ તણાવ સુધી મહિલાઓ નાની-મોટી હેલ્થ સમસ્યાનો સામનો કરે છે પરંતુ આ હોર્મોનલ અસંતુલનના લક્ષણો હોઈ શકે છે. જો કે પીરિયડ્સના શરુઆતના તબક્કામાં અથવા મેનોપોઝ અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન જોવા મળે છે, પરંતુ આજની બગડેલી લાઈફસ્ટાઈલમાં આ સમસ્યા ઘણી જોવા મળે છે. હોર્મોનલ સંતુલન જાળવવા માટે, દિનચર્યા અને આહારમાં કેટલાક ફેરફારો કરી શકાય છે.

જો હોર્મોન અસંતુલિત થઈ જાય ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જેના માટે શરીરમાં થવા બદલાવ પર ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે, હોર્મોન અસંતુલિત થવાનું કારણ શું હોઈ શકે.

શું હોય છે હોર્મોન?

શરીરમાં હાજર એન્ડોક્રાઈન સિસ્ટમથી (જે ગ્રંથીઓનો એક સમુહ હોય છે) હોર્મોનનું ઉત્પાદન અને સ્ત્રાવ હોય છે. હોર્મોન એક પ્રકારનું રસાયણ હોય છે. જે શરીરના અલગ અલગ ભાગમાં જઈ એક સંદેશાવાહક તરીકે કામ કરે છે. જ્યારે હોર્મોનની માત્ર ઘટી જાય કે વધી જાય તો આ હોર્મોનલમાં ગડબડ થાય છે.આને hormonal imbalance કહેવામાં આવે છે. જેની અસર શરીર પર અનેક સમસ્યાઓના રૂપમાં જોવા મળે છે.

hormonal imbalance થવા પર આ લક્ષણો જોવ મળે છે

મહિલાઓમાં હોર્મોન અસંતુલિત થવા પર પીરિયડ્સ સાઈકલ અનિયમિત થવી. અચાનક વજન વધવું કે પછી પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો, સ્કિન પ્રોબ્લેમ, વાળ ખરવા, કમજોરી અને કબજીયાતની સમસ્યાઓ ઉંઘ ઓછી આવવી જેવા લક્ષણો જોવા મળે છે.

આ ફુડના કારણે હોર્મોનમાં ગડબડ થાય છે

ખરાબ ખાણીપીણી પણ હોર્મોન ગડબડ થવાનું એક કારણ છે. વધારે શુગર, મેંદાથી બનેલી વસ્તુઓ, પ્રોસ્ટેડ ફુડ , આલ્કોહોલનું વધારે પડતું સેવન અને સ્મોકિંગ જેવી વસ્તુઓનું સેવન કરવાથી હોર્મોન પર ખરાબ અસર પડે છે.

સ્ટેરોઇડ દવાઓનું વધારે સેવન

કોઈ પણ બીમારીથી પીડત હોય તે સ્ટેરોઇડ દવાઓનું સતત સેવન કરે છે.તો આવી પરિસ્થિતિઓમાં હોર્મોન અસંતુલિત થવાની સંભાવના વધુ રહે છે.

ખૂબ સ્ટ્રેસ લેવો

સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનનું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. હોર્મોન્સને સંતુલિત રાખવા માટે સ્ટ્રેસથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો સ્ટ્રેસ લે છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન વધવા લાગે છે, જેનાથી ઊંઘ ન આવવા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">