Health Tips : આ વસ્તુઓ જે તમારે ક્યારેય ફરીથી ગરમ કરીને ખાવી જોઈએ નહીં
ઘણી વખત આપણે જમવાનું બચ્યું હોય તો બીજા દિવસે ગરમ કરીને પછી ખાય છે. પરંતુ, આવી ઘણી વસ્તુઓ છે, જે બીજા દિવસે તેને ગરમ કરીને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આપણી આદત છે કે જ્યારે જમવાનું બચે છે ત્યારે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ અને બીજા દિવસે ખાઈએ છીએ. આપણે સૌ માનીએ છીએ કે, કોઈ પણ ખાદ્ય પદાર્થ ફેંકી દેવો જોઈએ નહીં. પરંતુ, એવી ઘણી વસ્તુઓ છે, જે ફરીથી ગરમ કર્યા પછી ખાવી મોંઘી પડી શકે છે. આ સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુઓને ફરીથી ગરમ કરીને અને ખાવાથી નુકસાન થઈ શકે છે જેથી તમે આગળની મુશ્કેલીઓથી પણ બચી શકો.
આવો જાણીએ કઇ-કઇ વસ્તુઓ બીજી વાર ગરમ કરીને ખાવી જોઈએ નહીં
પાલક અને લીલા શાકભાજી જો ક્યારેય લીલા શાકભાજી જેમ કે પાલક વગેરે જમ્યા બાદ વધે છે, તો તેને ફરીથી ગરમ ન કરવું જોઈએ. ખરેખર, પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને જ્યારે તમે તેને ફરીથી ગરમ કરો છો, ત્યારે તે ઓક્સિડાઇઝ્ડ થાય છે. આયર્નનું ઓક્સિડેશન ઘણા રોગોનું જોખમ વધારે છે.
ભાતથી રહો દૂર કાચા ભાતમાં જીવાણું હોય છે જયારે તમે ચોખાને રાંધો છો ત્યારે પણ તેમાં હોય છે. પરંતુ, તેઓ શરીર માટે હાનિકારક નથી. પરંતુ, ચોખા રાંધ્યા પછી જ્યારે તેને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને રાખવામાં આવે છે, ત્યારે આ જીવાણુ બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. આ પછી જ્યારે બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશ કરે છે. આ બાદ ફૂડ પોઇઝનિંગ પણ થાય છે.
ઈંડા ના ખાવા જોઈએ ઇંડામાં ઘણું પ્રોટીન હોય છે, પરંતુ જ્યારે ઇંડા વારંવાર ગરમીમાં આવે છે, ત્યારે તેનાથી ઘણું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, સલાહ આપવામાં આવે છે કે રાંધ્યા પછી જલદીથી ઇંડા ખાવા જોઈએ. જો તમે તેમને ખાવા માંગો છો, તો પછી તમે ઠંડા જ ખાઈ શકો છો. ઈંડામાં પ્રોટીન સાથે રહેલા નાઇટ્રોજન પણ કેન્સરનું કારણ બની શકે છે.
ચિકન ચિકન માટે એવું પણ કહેવામાં આવે છે કે ચિકન ને વારંવાર ગરમ ન કરવું જોઈએ. ચિકનને વારંવાર ગરમ કરવાને કારણે તેમાં ઘણા ફેરફારો થાય છે અને પ્રોટીનની રચના સંપૂર્ણપણે બદલાય છે. ફરીથી ગરમ કરેલું ચિકન ખાવાથી પાચનક્રિયા બગડે છે.
મશરૂમ રાંધી લીધાના થોડા સમય પછી મશરૂમ્સ પણ ખાવા જોઈએ. મશરૂમને બીજા દિવસ માટે ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે તેમાં આવા ઘણા તત્વો હોય છે, જે પાછળથી તમારી પાચન તંત્ર માટે હાનિકારક હોય છે. જો મશરૂમ વધે છે તો પછી તેને ઠંડા જ ખાઈ લો. અને તેને ગરમ ન કરવા જોઈએ.
નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી આપવાના ઉદ્દેશથી રજુ કરાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની અથવા તો તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો : Health Tips : કોરોના વેક્સીન લીધા બાદ ઇમ્યુનિટી વધારવા માટે અચૂક સામેલ કરો આ વસ્તુ
આ પણ વાંચો : Health Tips : ડાયેટમાં આ ફળને સામેલ કરવાથી ક્યારે પણ નહીં થાય ઓક્સિજનની કમી