AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : કોરોના વેક્સીન લીધા બાદ ઇમ્યુનિટી વધારવા માટે અચૂક સામેલ કરો આ વસ્તુ

Health Tips : આ સ્થિતિમાં ડોકટરોનું કહેવું છે કે ડાયેટ અને રૂટીન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ આ સાઈડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. કઈ વસ્તુથી સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે અને ઇમ્યુનીટી વધે છે અને વેક્સીન વધુ અસર કરે છે. આવો જાણીએ.

Health Tips : કોરોના વેક્સીન લીધા બાદ ઇમ્યુનિટી વધારવા માટે અચૂક સામેલ કરો આ વસ્તુ
ઇમ્યુનીટી વધારવા માટે સામેલ કરો આ વસ્તુ
Charmi Katira
| Edited By: | Updated on: May 23, 2021 | 4:05 PM
Share

Health Tips : કોરોનાની (corona) બીજી લહેર હાલ ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે વેક્સીન.(Corona Vaccine) વેક્સીન એક માત્ર ઉપાય છે જેનાથી કોરોના સામેની જંગ જીતી શકાય છે. હાલ દેશભરમાં કોરોના વેક્સીનનું કામ ચાલી રહ્યું છે. કોરોના વેક્સીન લીધા બાદ તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર અથવા થાક જેવી કેટલીક સાઈડ ઈફેક્ટનો અનુભવ થાય છે.

આ સ્થિતિમાં ડોકટરોનું કહેવું છે કે ડાયેટ અને રૂટીન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ આ સાઈડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. કઈ વસ્તુથી સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે અને ઇમ્યુનીટી વધે છે અને વેક્સીન વધુ અસર કરે છે. આવો જાણીએ.

ફાઇબરથી ભરપૂર અનાજ  : વેક્સીન લીધા બાદ ફાઈબરથી ભરપૂર આખા અનાજનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરી, રાગી, જુવાર, ઓટ્સને ડાયેટમાં સામેલ કરવા જોઈએ.

લસણ-ડુંગળી ડુંગળી અને લસણ બંનેને ઇમ્યુનીટી બુસ્ટર ગણવામાં આવે છે. જો શક્ય હોય તો વેક્સીન લગાડયા બાદ ખોરાકમાં વધુને વધુ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરો. લસણમાં મેંગેનીઝ, વિટામિન બી 6, ફાઇબર, સેલેનિયમ, વિટામિન સી અને કેટલાક પ્રમાણમાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે.

ફળ : વેક્સીન લીધા બાદ એવા ફળો ખાઓ જેમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય. જેમ કે પાઈનેપલ, તરબૂચ, સક્કરટેટી, ચીકુ, જાંબુ, કેરી અને કેળા વગેરેનું સેવન કરી શકો છો.

લીલા શાકભાજી : વેક્સીન લીધા બાદ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા શાકભાજીનું સેવન તમે રાંધીને અથવા સલાડના રૂપમાં કરી શકો છો .

હળદર :  હળદર એક કુદરતી ઇમ્યુનીટી બુસ્ટર છે. હળદરના સેવનથી તણાવ ઓછું થાય છે અને પાચનશક્તિને મજબૂત કરે અને શરીરના દુખાવાને  ઓછું કરે છે. આ કારણે વેક્સીનની અસર વધારવા માટે હળદરનું સેવન કરો. તમે દિવસમાં 1થી 2 વાર હળદરનું સેવન કરો. સુતા પહેલા હળદરવાળું દૂધ પણ પી શકો છો.

પાણી : વેક્સીન લીધા બાદ સૌથી અગત્યની બાબત એ છે કે શક્ય તેટલું પાણી પીવું છે. જણાવી દઈએ કે,  ઠંડુ પાણી પીવું નહીં. નોર્મલ પાણીનું સેવન કરવું જોઈએ.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી આપવાના ઉદ્દેશથી રજુ કરાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની અથવા તો તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે. 

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">