Health Wealth : આ આદતો જે તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે! જુઓ Video
કેટલાક લોકો એવા હોય છે જે પોતાના સ્વાસ્થ (Health)કરતા કામને મહત્વ આપે છે અને પછી બિમારીની ઝપેટમાં આવે છે, પરંતુ તમારી આ આદત તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. બિમાર હોઈએ ત્યારે કામ કરવું ખુદ માટે સમય કાઢવો નહિ તેના માટે તમે ગુસ્સાનો પણ શિકાર બની શકો છો. તમારા સ્વભાવમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.
શું તમે જાણો છો કે આપણા મગજ (Brain)ને સ્વસ્થ રહેવા માટે ખાસ કાળજીની જરૂર હોય છે. શરીરના તમામ અંગો એકબીજા પર આધાર રાખે છે અને સાથે કામ કરે છે. આપણા શરીરનું પાવરહાઉસ એટલે કે આપણું મગજ આ તમામ કાર્યોનું સંચાલન કરે છે. જે આપણા શરીરના અનેક કાર્યો માટે જવાબદાર છે. મગજના જુદા જુદા ભાગો આ કામ કરે છે. છે. એવું કહી શકાય કે આપણું શરીર આપણા મગજની કઠપૂતળી છે.
ચાલો આ વીડિયો દ્વારા જાણીએ કે આપણા મગજની કેવી રીતે કાળજી રાખવી.પરંતુ તમારી આ આદતો તમારા સ્વાસ્થને જ નુકસાનકારક છે. મગજ માટે આ આદત સારી નથી. જ્યારે તમે બિમાર હોવ છો ત્યારે તમારે સખત આરામની જરુર હોય છે.
એક જગ્યા પર બેસી રહેવું મગજ માટે ખોટી આદત
બીજી આપણી ખરાબ આદત છે વધારે ખાંડ ખાવી. વધારે ગળ્યું ખાવાથી તમારા મગજ પર ખરાબ અસર પડે છે. જેના કારણે તમે અનેક રોગોનો શિકાર બનો છે જેમકે ભુલી જવું, ડિપ્રેશનમાં રહેવું એટલા માટે સ્વસ્થ રહેવા માટે તમે ખાંડ ખાવની તમારી આદતને જલ્દી સુધારો. બંધ રુમમાં કે પછી લાંબા સમય સુધી એક સ્થાન પર રહેવું એ પણ એક ખરાબ આદત છે.સુર્યપ્રકાશમાં રહેવાને કારણે તમારા શરીરને વિટામીન મળે છે. ત્યારે લાંબા સમય સુધી અંધારામાં કે એક જગ્યા પર રહેવું એ ખોટી આદત છે.
ઉંધ પુરી ન આવવી એ પણ એક તમારા સ્વાસ્થ માટે ખરાબ આદત છે. ઉંધ પુરી ન થવાથી તમારામાં ચિડીયાપણું આવી જાય છે. જેનાથી તમારી નિર્ણયશક્તિમાં પણ ફેરફાર જોવા મળે છે. તેમજ એલ્ઝાઈમરની અસર પર જોવા મળે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે 7 થી 8 કલાકની ઉંધ જરુર લો. એ પણ ધ્યાન રાખો કે તમારી સુવાની આદતનો યોગ્ય સમય હોય.
તમારી મેમરી પણ નબળી થવા લાગે
ગુસ્સામાં રહેવું અને ખરાબ યાદો વિશે વારંમવાર વિચાર કરવો એ ખોટી આદત છે. કેટલાક લોકોને વાત વાતમાં ગુસ્સો આવી જાય છે. તેને ગુસ્સો પોતાના મનમાં જ રાખે છે. જેનાથી દિવસભર તે નકારાત્મક વાતો વિચાર્યા કરે છે. ક્યારેક એવી વાતો વિશે વિચારતા હોય છે કે, જેનાથી તેના સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. જે સીધી અસર તમારા મગજ પર કરે છે અને તમે ખોટા નિર્ણયો લેવા લાગો છો. તેમજ તમારી મેમરી પણ નબળી થવા લાગે છે.
વિટામિનથી ભરપુર ફુડનું સેવન વધુ માત્રામાં કરો
વધારે ગુસ્સો કરવાથી પેટમાં દુખવો, ભુખ ન લાગાવી, કળતર થવી તેવી સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી તમારી માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. અને માનિસક બિમારીની ઝપેટમાં આવી જાવ છો.તમારા મગજને સ્વસ્થ રાખો તમે તમારા ડાયટ અને લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને પોતાના સ્વાસ્થને સ્વસ્થ રાખો. સાથે કસરત અને યોગનો પણ સમાવેશ કરી શકો છો. વિટામિનથી ભરપુર ફુડનું સેવન વધુ માત્રામાં કરો.
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો