AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ની ટક્કર થઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
DC vs MI
| Updated on: Apr 04, 2026 | 3:27 PM
Share

IPL 2026માં આજે ડબલ હેડર મુકાબલા યોજાશે. આજની પહેલી અને સિઝનની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે MI આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની બીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે હું પહેલા બોલિંગ કરવાનું પસંદ કરું છું. ઘરઆંગણે પહેલી મેચમાં, હું જોવા માંગુ છું કે વિકેટ કેવી રીતે વર્તે છે. પિચ થોડી સૂકી, થોડી મુશ્કેલ લાગે છે. અમે છેલ્લી મેચમાં સારો રનચેઝ કર્યો હતો. પાવરપ્લેમાં 26/4 બાદ લક્ષ્યનો પીછો કરવાથી, ટીમમાં ઘણો આત્મવિશ્વાસ વધ્યો છે. ટોપ-ઓર્ડરને પણ ખબર છે કે નીચલા ક્રમમાં એવા બેટ્સમેન છે જે નિષ્ફળ જાય તો પણ આગળ વધી શકે છે. ઘરઆંગણે રમત રમવી હંમેશા ફાયદાકારક હોય છે. અમારા DC સમર્થકો અમારા માટે ઉત્સાહિત છે. અમે ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ગત મેચની પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાનમાં ઉતરીશું.

સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે હાર્દિક પંડ્યા સ્વસ્થ નથી, તેથી તે આજની મેચમાં નહીં રમે. અમે પહેલા બોલિંગ જ કરવા માંગતા હતા, જ્યારે અમે પહેલા બેટિંગ કરી રન ડીફેન્ડ કર્યા છે ત્યારે અમે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. આજની મેચમાં ટીમમાં ઘણા ફેરફારો થયા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ દીપક ચહર આજની મેચમાં રમશે. બોલ્ટીની જગ્યાએ કોર્બિન બોશ અને ગઝનફરની જગ્યાએ મિચેલ સેન્ટનર પ્લેઈંગ ઈલેવનમાં રમશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકિપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, કોર્બીન બોશ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

Breaking News: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 44 વર્ષના ધોની અને CSK ને ફરી હરાવવાનો ફેંક્યો પડકાર

Follow Us
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">