AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: હરસ-મસાનો રામબાણ ઈલાજ છે આ રસોડાની વસ્તુઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

અત્યારે શિયાળો અને ઉનાળો એમ ડબલ સીજન ચાલી રહી છે. એવામાં ઘણાં લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધવાને કારણે પાઈલ્સ (હરસ-મસા)ની સમસ્યા પણ વધે છે. લોકો તેના માટે અલગ અલગ દવા કરાવતા જોવા મળે છે.

Rajiv Dixit Health Tips: હરસ-મસાનો રામબાણ ઈલાજ છે આ રસોડાની વસ્તુઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 7:00 AM
Share

હરસ અને મસા એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો થાય છે. ક્યારેક જોર લગાવવા પર મસા બહાર આવી જાય છે. જેમાં અસહ્ય દુખાવો થાય છે.  રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

કેમ થાય છે પાઈલ્સ

રોજનું ખાવાનું અને લાઇફસ્ટાઇલના કારણે મોટા ભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તે વારસાગત પણ હોય શકે છે. બેઠુ જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાની શક્યતા વધે છે.

હરસ-મસા એટલે શું?

મસા સામાન્ય રીતે સ્કીન પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે મળદ્વારના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા, તો કોઈ ગોળ જેવા હોય છે, જ્યારે કોઈ લાંબા, તો કોઈ મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે અને અસહ્ય દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.

પાઈલ્સ માટેના ઉપાય

  • એલોવેરાની ફ્રેશ જેલ કાઢી તેને પાઈલ્સ પર રોજ લગાવવાથી રાહત મળે છે. આ લગાવવાથી મસામાં દુખાવો થતો નથી અને બળતરામાં પણ આરામ મળે છે. શરૂઆતના સ્ટેજમાં આ તકલીફ થાય અને આ ઉપાય રોજ કરશો તો સમસ્યામાં વધારો થશે નહીં.
  • કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ. ત્રિફળા ચૂર્ણ ખાવાથી પેટ સાફ થઈ જાય છે.
  • દરરોજ 1 ગ્લાસ નવશેકા(મીડિયમ ગરમ) પાણીમાં એક ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં ફાયદો થાય છે.
  • દરરોજ બે-ત્રણ કલાકે એક ચમચી કાચી વરીયાળી ચાવીને ખાવાથી હરસની સમસ્યામાં રાહત મળે છે.
  • દાડમનો રસ પીવાથી પણ હરસમાં ફાયદો થાય છે.
  • રોજ સવારે 1 ચમચી કાળા તલ ચાવીને ખાવા અને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસાની સમસ્યામાં ફાયદો થાય છે.
  • ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ. આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી.
  • નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો. આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે.
  • પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો. આનાથી ઘણો આરામ મળે છે.
  • પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર-પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. મસા મટી જાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

g clip-path="url(#clip0_868_265)">