Health Tips : લીમડો અને હળદર સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના ફાયદા
લીમડો અને હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા ઘરેલું ઉપચાર માટે કરવામાં આવે છે. આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ(Health Tips) દૂર કરવા માટે આહારમાં ઘણા પ્રકારના કુદરતી ખોરાકનો સમાવેશ કરી શકાય છે. જ્યારે રોગોના ઉપચાર માટે કુદરતી વસ્તુઓના ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે લીમડો અને હળદર (Neem and turmeric) તેમા પ્રથમ આવે છે. લીમડો અને હળદર તેમના ઔષધીય ગુણોને કારણે લાંબા સમયથી ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. લીમડાના પાનનો રસ એક ચપટી હળદર (Neem and turmeric Benefits) સાથે નવશેકા ગરમ પાણીમાં ભેળવી સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ રેસીપી સામાન્ય શરદીથી લઈને ગંભીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે.
બેક્ટેરિયાને મારી નાખે છે
લીમડો અને હળદર તેમના ઉપચારાત્મક ગુણધર્મોને લીધે શરીરને જંતુઓ અને ફૂગથી થતી ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ફ્લૂથી રક્ષણ
ઋતુ બદલાવાની સાથે જ શરદી, ઉધરસ અને કફની સમસ્યા થવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં લીમડો અને હળદરનું સેવન વાયરલ ફ્લૂની સારવારમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. હળદરના એન્ટિવાયરલ ગુણો વાયરલ ફ્લૂથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
લીમડો અને હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી લીમડો અને હળદરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ત્વચાને ચમકદાર બનાવે છે
લીમડો અને હળદરના સેવનથી ત્વચાના મૃત કોષો દુર થવા લાગે છે. આ સિવાય તે શરીરને સાફ કરે છે. જેથી તમારા સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા પણ ચમકવા લાગે છે. તે ત્વચામાં કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે.
લીમડો અને હળદરના ફાયદા
લીમડો ઔષધીય તત્વોથી ભરપૂર છે. તેના પાંદડા, દાંડીથી મૂળ સુધી, બધા જ ભાગ શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે વપરાય છે. લીમડો એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે.
હળદરમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે. હળદરમાં એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હળદર શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને અપચોને દૂર કરવામાં મદદ કરે છે. તે લીવરના કાર્યને સુધારવામાં મદદ કરે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. હળદર બેક્ટેરિયલ ચેપને દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો-
Stomach tips : શું તમને ખાલી પેટ જ્યુસ પીવુ ગમે છે, તો બાબતોનું ખાસ ધ્યાન રાખો
આ પણ વાંચો-