Stomach tips : શું તમને ખાલી પેટ જ્યુસ પીવુ ગમે છે, તો બાબતોનું ખાસ ધ્યાન રાખો
ખાલી પેટે ફળોના જ્યુસ પીવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન ન કરવામાં આવે તો આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સંબંધ સવારે ખાલી પેટે જ્યૂસ પીવાથી છે.
ખરાબ જીવનશૈલી ( Lifestyle ) અને વધતા પ્રદૂષણને કારણે આજકાલ અનેક પ્રકારની બીમારીઓ આપણને પોતાની ઝપેટમાં લઈ રહી છે. જેમાં હાઈ બીપી, બ્લડ શુગર, થાઈરોઈડ જેવા રોગોના નામ સામેલ છે. તેનાથી બચવા માટે લોકો સવારે ખાલી પેટે (Empty Stomach) સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવા સહિત વિવિધ પદ્ધતિઓ અજમાવતા હોય છે. સ્વસ્થ રહેવા માટે ખાલી પેટે વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે તાજા ફળોને તેમના આહારનો ભાગ બનાવે છે. તે તેની સવારની શરૂઆત હેલ્ધી ફ્રૂટ જ્યુસથી કરે છે. વાસ્તવમાં જ્યુસમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ જેવા પોષક તત્વો શરીર માટે ખૂબ જ જરૂરી છે.
ખાલી પેટે ફળોનો રસ પીવો ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન ન કરવામાં આવે તો આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સંબંધ સવારે ખાલી પેટે જ્યૂસ પીવાથી છે, જાણો
એસિડિટી
નિષ્ણાતોના મતે, મોસંબી, દ્રાક્ષ અને મોસમી ફળો જેવા સાઇટ્રસ ફળોનો રસ સવારે ખાલી પેટ પીવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં, રાત્રિના ભોજન અને સવારના નાસ્તામાં લાંબો અંતર હોય છે અને જો સવારની શરૂઆત આ પ્રકારના ફળોના રસથી કરવામાં આવે તો તે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે. તેમા ખાટાંશની માત્રા વધુ હોય છે. જો કે તે દરેક માટે હાનિકારક નથી, પરંતુ તેમ છતાં પરેઝ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
પેટમાં દુખાવો
ખાલી પેટે સાઇટ્રસ ફળોના રસ પીવાથી પણ પેટમાં દુખાવો થઈ શકે છે. ફળમાં હાજર સાઇટ્રસ પેટમાં દુખાવોનું કારણ બની શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાથી પણ કબજિયાત થઈ શકે છે. વાસ્તવમાં જો તેમાં હાજર ફાઇબર વધુ પ્રમાણમાં પેટમાં જાય છે, તો પેટને લગતી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેની સાથે તમારી પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડી શકે છે.
ઠંડુ જ્યુસ ન પીવો
જો તમને ઠંડુ કરીને જ્યુસ પીવુ ગમે તો ખાલી પેટ આવી ભૂલ ન કરો. આમ કરવાથી તમારી મ્યુકસ મેમ્બ્રેનને નુકસાન થઈ શકે છે. જો તેની અસર થાય છે, તો તેના કારણે પાચન તંત્ર સાથે સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તમે સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પી શકો છો, કારણ કે આ હુંફાળુ પાણી તમારા માટે શ્રેષ્ઠ.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી
આ પણ વાંચો :Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો , Sensex 1500અને Nifty 450 અંક પટકાયા
આ પણ વાંચો : Healthy Body : શરીરમાં Hemoglobin નું સ્તર કુદરતી રીતે વધારવા કરો આ ઉપાય