શા માટે મચ્છર અમુક લોકોને વધારે કરડે છે ? જાણો મચ્છર સાથે જોડાયેલી અજાણી વાતો
મચ્છરના કારણે ઝીકા વાયરસ, ડેન્ગ્યૂ, ચિકન ગુનિયા, મેલેરિયા જેવા રોગ ફેલાય છે. મચ્છરજન્ય રોગોના કારણે વર્ષે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. મચ્છર અલગ અલગ વ્યક્તિઓ અને પ્રાણીઓ પાસેથી ખોરાક મેળવે છે.

ચોમાસુ(Monsoon) ભલે પૂર્ણ થઇ ગયુ હોય પણ ભારત(India)માં હજુ પણ ઘણા શહેરોમાં મચ્છરજન્ય(Mosquito) રોગચાળો ફેલાયેલો છે. મચ્છરજન્ય રોગચાળો મોટેભાગે સ્વચ્છતાના અભાવના કારણે ફેલાતો હોય છે. મચ્છરથી ઝીકા વાયરસ(Zika virus), ડેન્ગ્યૂ(Dengue), ચિકન ગુનિયા(Chicken guinea), મેલેરિયા(Malaria) જેવા રોગ ફેલાય છે. પણ શુ તમે જાણો છો કે મચ્છર અમુક લોકોને જ પોતાનો વધુ શિકાર બનાવતા હોય છે.
વિશ્વના સૌથી ખતરનાક જીવની યાદીમાં મચ્છર ટોચ પર છે. મચ્છરજન્ય રોગોના કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. કેટલાક વૈજ્ઞાનિક તારણોમાં બહાર આવ્યુ છે કે મચ્છર માણસોને અમુક અંતરથી જ શોધી કાઢે છે અને તેમને પોતાનો નિશાન બનાવે છે.
મચ્છર અમુક અંતરથી જ માણસને શોધી લે છે શ્વાસોશ્વાસમાં કાઢવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડના માધ્યમથી મચ્છર માણસો સુધી પહોંચે છે. કાર્બન ડાયોક્સાઇડના કારણે મચ્છર 10થી 50 મીટરના અંતરેથી જ માણસને શોધી કાઢે છે. 5થી 15 મીટરના અંતરે પહોંચતા તેને માણસ દેખાવા લાગે છે. 1 મીટર જેટલા અંતર સુધી પહોંચી તે માણસને કરડવું કે નહીં તે નક્કી કરે છે અને પછી માણસ પર હુમલો કરે છે.
શા માટે અમુક લોકોને મચ્છર વધુ કરડે છે ? માનવ શરીરની રચના અને પ્રવૃત્તિઓ મચ્છરોને આકર્ષતી હોય છે. અમુક લોકોના શરીરમાંથી લૈક્ટિક એસિડ જેવા કેમિકલ્સ વધુ નીકળે છે. મચ્છર આવા લોકોને વધુ શિકાર બનાવે છે. વિજ્ઞાનિકોના અધ્યયન મુજબ O બ્લડ ગ્રુપ લોહી ધરાવતા લોકોને મચ્છર વધુ કરડે છે. મેદસ્વી લોકો, સગર્ભા સ્ત્રી અને શારીરિક શ્રમ ઓછો કરતા લોકો મચ્છરનો વધુ શિકાર બને છે. એવુ પણ સામે આવ્યુ છે કે દારુનુ સેવન કરતા લોકોને મચ્છર વધુ કરડતા હોય છે.
કેવી રીતે મચ્છર ખોરાક મેળવે છે? મચ્છર અલગ અલગ વ્યક્તિઓ અને પ્રાણીઓ પાસેથી ખોરાક મેળવે છે. મચ્છર ઘણીવાર સિપ ફીડિંગ તરીકે ઓળખાતી પદ્ધતિમાં ખોરાક લે છે. જેમાં મચ્છર પોતાને જરુરી બધુ લોહી એક જ વ્યક્તિ કે પ્રાણી પાસેથી લેતો હોય છે.
મચ્છરથી બચવા શું કરવુ? ફુલ સ્લીવ્ઝ અને ઢીલા કપડા પહેરવાથી મચ્છરના કરડવાથી બચી શકાય છે. ઘરમાં કીટનાશક સ્પ્રેનો છંટકાવ કરીને પણ મચ્છરને દુર રાખી શકાય છે. આ ઉપરાંત મચ્છરોને કુદરતી રીતે ભગાડવા માટે લેમન બામ, તુલસીનો છોડ, લવંડર અને રોઝમેરી જેવા છોડનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચોઃ છેલ્લા 3 વર્ષમાં સૈનિક શાળાઓમાં છોકરીઓની સંખ્યા વધી, 2018માં શરુ કરેલા પાયલોટ પ્રોજેક્ટને મળી સફળતા
આ પણ વાંચોઃ મશરૂમથી કોરોનાનો ઈલાજ શક્ય ! જાણો શું છે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમનું રિસર્ચ ?