મશરૂમથી કોરોનાનો ઈલાજ શક્ય ! જાણો શું છે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમનું રિસર્ચ ?

મશરૂમથી કોરોનાનો ઈલાજ શક્ય ! જાણો શું છે અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમનું રિસર્ચ ?
Mushroom (File Pic)

અમેરિકાના વૈજ્ઞાનિકો એક નવી દિશા પર કામ કરી રહ્યા છે. યૂએસના વૈજ્ઞાનિકોની ટીમ મશરૂમના ઔષધીય ગુણ અને ચાઈનીઝ જડી-બૂટીઓની મદદથી કોરોનાના ઉપચાર પર કામ કરી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 14, 2021 | 2:09 PM

કોવિડ-19 (Covid-19)મહામારીના ઈલાજને લઈ અમેરિકાના વૈજ્ઞાનિકો (American scientists) એક નવી દિશા પર કામ કરી રહ્યા છે. યૂએસના વૈજ્ઞાનિકોની ટીમ મશરૂમ (Mushroom)ના ઔષધીય ગુણ અને ચાઈનીઝ જડી-બૂટીઓની મદદથી કોરોનાના ઉપચાર પર કામ કરી રહ્યા છે.

યૂનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયા સેન ડિઆગોમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચ સેંટર ફોર ઈન્ટરગ્રેટેડ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પ્રિંસિપલ ઈન્વેસ્ટિગેટરના પદ પર તૈનાત ગોર્ડન સાક્સે અનુસાર, મશરૂમને એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કારણે કે, ઈમ્યુનિટી વધારવાની સાથે તે એન્ટીવાયરલ ઉપયોગમાં તેનો ઈતિહાસ રહ્યો છે. MACH-19 એક મલ્ટી સેંટર સ્ટડી છે, જેના પર સેન ડિઆગો સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ યૂસી, લોંસ એંજલિસની ઈંસ્ટીટ્યુટ ફોર ઈમ્યુનોલોજીની સાથે મળીને કામ કરે છે.

પ્રી ક્લિનિકલ સ્ટડીમાં મળ્યા સારા પરિણામ

વર્ષ 2019 માં થયેલી પ્રી કિ્લનિકલ સ્ટડીમાં જાણવા મળ્યું કે, મશરૂમમાં વાયરસના સંક્રમણને રોકવાની ક્ષમતા છે. તેમાં ઈન્ફ્લુએન્જા (H1N1) ઈન્ફ્લુએન્જા A(H5N1)અને હર્પિસ સામેલ છે. ગોર્ડન સાક્સે અનુસાર તેમને લાગે છે કે, ઔષધીય મશરૂમમાં વાયરસની પ્રતિકૃતિને રોકવાની ક્ષમતા છે અને તેઓ આ સિદ્ધાંતને SARS કોવિડ-19 (SARS-CoV-2)સામેના બીજા તબક્કાના ટ્રાયલમાં ચકાસવા માંગે છે.

MACH-19 ને લઈ ચાલતા ત્રીજા ટ્રાયલમાં મશરુમના ઔષધીય ગુણોનું આંકલન કરવામાં આવી રહ્યું છે. તેને કોવિડ વેક્સિનેશનની શરૂઆતમાં કેપ્સુલ તરીકે આપવામાં આવી. ત્યારે ઘણા લોકોને એવા સવાલ પણ થયા કે શું તેનાથી એન્ટિબોડીઝ વધી શકે છે અને ઈમ્યુન સિસ્ટમ ક્યા પ્રકારે રિસ્પોન્સ આપે છે જેના જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે, હજુ તેનું ચોથુ ટ્રાયલ લોન્ચ કરવાનું બાકી છે.

એન્ટિબોડીઝની સંખ્યાને વધારે છે મશરુમ

ગોર્ડન સાક્સે અનુસાર મશરુમ ન માત્ર એન્ટિબોડીઝની સંખ્યા વધારે છે પરંતુ T-cell ઈમ્યુનિટીને પણ વધારે છે જે વાયરલ સંક્રમિત કોશિકાઓ વિરૂદ્ધ કામ કરે છે. તબીબો અનેક સદીઓથી સંક્રમિત બીમારીઓના ઈલાજ માટે તેનો ઉપયોગ કરતા આવ્યા છે. MACH-19 ના ટ્રાયલમાંથી 2 ટ્રાયલને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) મંજૂર કરી લીધા છે. આ ટ્રાયલના પ્રારંભિક સેફ્ટી ડેટા આ વર્ષના અંત સુધીમાં મળવાની આશા છે. જ્યારે તેના પ્રભાવ સંબંધિત ડેટા એક વર્ષની અંદર તૈયાર થઈ જશે.

આ પણ વાંચો:  હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની

આ પણ વાંચો: Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati