છેલ્લા 3 વર્ષમાં સૈનિક શાળાઓમાં છોકરીઓની સંખ્યા વધી, 2018માં શરુ કરેલા પાયલોટ પ્રોજેક્ટને મળી સફળતા

વર્ષ 2018માં મિઝોરમના છિંગચિપથી સૈનિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત 2020 સુધીમાં શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ વધ્યો. વધુ પાંચ શાળાઓ 55 છોકરીઓને પ્રવેશ આપીને સહ-શૈક્ષણિક બનવા તરફ આગળ વધી.

છેલ્લા 3 વર્ષમાં સૈનિક શાળાઓમાં છોકરીઓની સંખ્યા વધી, 2018માં શરુ કરેલા પાયલોટ પ્રોજેક્ટને મળી સફળતા
The number of girls in military schools has increased in the last 3 years

પહેલા સૈનિક શાળા(Sainik School)ઓમાં માત્ર છોકરાઓ(Boys)નો પ્રવેશ મેળવતા હતા. જેથી આ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ(Girls)નો પણ પ્રવેશ લે તે માટે ઉત્સાહ વધારવાની જરુર હતી. જેથી 2018માં આ માટે મિઝોરમના છિંગચિપની સૈનિક શાળાથી એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટને સફળતા મળી છે અને હાલ 350થી વધુ છોકરીઓ સૈનિક શાળાઓ(Sainik School) માં ભણી રહી છે.

સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ અપાવવાની બાબતમાં નિરસતા જોવા મળી રહી હતી. સૈનિક શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ વધારવા માટે ઉત્સાહ વધારવાની જરુર હતી. જે માટે મિઝોરમના છિંગચિપથી પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો જે સફળતા તરફ આગળ વધી રહ્યો છે.

સૈનિક શાળાઓમાં છોકરા-છોકરી સમકક્ષ વર્ષ 2018માં મિઝોરમના છિંગચિપથી સૈનિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત 2020 સુધીમાં શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ વધ્યો. વધુ પાંચ શાળાઓ 55 છોકરીઓને પ્રવેશ આપીને સહ-શૈક્ષણિક બનવા તરફ આગળ વધી.

3 વર્ષમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 315 થઇ વર્ષ 2018માં સૈનિક શાળામાં માત્ર 6 વિદ્યાર્થિની હતી. જે 2020માં વધીને 55 થઇ. તો વર્ષ 2021 સુધીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધીને 315 થઇ ગઇ છે. બાળકોને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા છ દાયકાથી શરુ કરવામાં આવેલી ‘નેશનલ ડિફેન્સ એકેડમી’નો હવે વિસ્તાર થઇ રહ્યો છે.

5 શાળાઓ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાઇ 2018માં મિઝોરમના છિંગચિપથી સૈનિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ થયો હતો. ધીરે ધીરે 2020 સુધીમાં આ પ્રોજેક્ટ સાથે અન્ય પાંચ શાળાઓ પણ જોડાઇ. કર્ણાટકમાં બે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એક-એક વિદ્યાર્થિનીઓએ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો. 2020 સુધીમાં 55 વિદ્યાર્થિનીના પ્રવેશ સાથે આ પ્રોજેક્ટને મોટી સફળતા મળી.

આ વર્ષે, 24 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની તમામ 33 સૈનિક શાળાઓએ માત્ર છોકરાઓ જ પ્રવેશ મેળવી શકે તે રીતને ભુલાવી દીધી છે. આ વર્ષે અખિલ ભારતીય સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષામાં 315થી વધુ છોકરીઓ ઉત્તીર્ણ થઇ છે. આ શાળા ઉમેદવારને પ્રવેશ આપવા ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનની કસોટી કરે છે.

સૈનિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘોડે સવારીથી લઇને સ્વિમિંગ સુધીની પ્રવૃત્તિઓ પણ શીખે છે. આ શાળાઓમાં અભ્યાસ સિવાય વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો !

આ પણ વાંચોઃ Tulsi Pooja : કારતક મહિનામાં આ રીતે કરો તુલસી પૂજન, લક્ષ્મી માતા કરશે ધનની વર્ષા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati