Monsoon Health Tips: ચોમાસામાં આ ખોરાકનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

Monsoon Health Tips: ચોમાસાની ઋતુ ગરમીથી રાહત અપાવવાનું કામ કરે છે, પરંતુ ચોમાસાની ઋતુ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં કેટલાક ખોરાકને (Food) ટાળવો જોઈએ.

Monsoon Health Tips: ચોમાસામાં આ ખોરાકનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન
ચોમાસામાં આ ખોરાકથી અંતર રાખો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:41 AM

ચોમાસાની (Monsoon 2022) ઋતુ ગરમીથી રાહત આપવાનું કામ કરે છે. પણ સાથે અનેક બીમારીઓ લાવવાનું કામ પણ કરે છે. વરસાદની (Rain) સિઝનમાં ચા-નાસ્તો ખાવાની મજા જ અલગ હોય છે. ઘણા લોકો આ સિઝનમાં ફરવાનો પ્લાન પણ બનાવે છે. પરંતુ ચોમાસાની ઋતુ પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ પણ લઈને આવે છે. આ સિઝનમાં સ્વાસ્થ્યનું (Health) વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઋતુમાં તમારે તમારા આહારનું પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઋતુમાં એવો ઘણો ખોરાક છે જેને તમારે તમારા ડાયટમાં સામેલ ન કરવો જોઈએ. તેમને આહારમાં સામેલ કરવાથી ઈન્ફેક્શન અને ફ્લૂનું જોખમ વધી જાય છે. ચાલો જાણીએ કે ચોમાસાની ઋતુમાં ખોરાકમાં (Food) કયા ખોરાકનો સમાવેશ ન કરવો જોઈએ.

પાંદડાવાળા શાકભાજી

સ્વસ્થ રહેવા માટે આપણને સામાન્ય રીતે પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. પરંતુ ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. આ સિઝનમાં આ શાકભાજીમાં કીટાણુઓ આવવાની ઘણી શક્યતાઓ રહે છે. તેથી તેમના સેવનથી બચવું જોઈએ. તેમાં પાલક, ફલાવર અને કોબીજ વગેરેનો સમાવેશ થાય છે.

સી ફૂડ

ચોમાસામાં સી ફૂડ ન ખાવું જોઈએ. જેમાં માછલી અને પ્રોન્સ વગેરેનો સમાવેશ થાય છે. માછલી અને પ્રોન માટે આ પ્રજનન કાળ છે. તેથી આ સિઝનમાં સી ફૂડ ખાવાનું ટાળો.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

સ્ટ્રીટ ફૂડ

આ સિઝનમાં સ્ટ્રીટ ફૂડનું સેવન ન કરવું જોઈએ. તેમાં પાણીપુરી, કચોરી અને સમોસા વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક ખુલ્લામાં રાખવામાં આવે છે. તેઓ ધૂળ અને પ્રદૂષણને કારણે ખૂબ જ ઝડપથી બગડે છે. આ સિઝનમાં બેક્ટેરિયા અને જીવજંતુ પણ સાથે આવે છે. આ ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કબજિયાત, ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઠંડી અને ખાટી વસ્તુઓનું સેવન ટાળો

ચોમાસાની ઋતુમાં આઈસ્ક્રીમ, જ્યુસ અને ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ કારણે ગળામાં દુખાવો થઈ શકે છે. આ મુશ્કેલીનું કારણ બની શકે છે.

ખાદ્યવસ્તુઓ ધોવી

વરસાદની ઋતુમાં ફળો અને શાકભાજીને ઘરે લાવ્યા પછી સારી રીતે ધોઈ લેવા. આ વસ્તુઓને યોગ્ય રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. આ સાથે, તેમને ખરીદતી વખતે કાળજી લેવી જોઈએ. જો કોઈ વસ્તુ ક્યાંકથી કપાઈ ગઈ હોય, તો તેને ખરીદશો નહીં.

g clip-path="url(#clip0_868_265)">