AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી માહિતી

Gujarat monsoon: રાજ્યમાં આગામી 22- 23 જૂલાઈ દરમિયાન સુરત નવસારી ડાંગ તેમજ તાપીમાં અને 24- 25 જૂલાઈ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે.

Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી માહિતી
Heavy rain in panchmahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 10:37 PM
Share

રાજ્યમાં આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની (Heavy Rain In Gujarat) આગાહી કરવામાં આવે છે, ત્યારે આગામી તારીખ 22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી તો તારીખ 23 અને 24 જૂલાઈ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી તો તારીખ 24 અને 25 જૂલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ (Dev Bhoomi Dwarka) દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.

  1.  તારીખ 22 અને 23 જુલાઈ  સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી
  2. તારીખ 23 અને 24 જૂલાઈ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી
  3. તારીખ 24 અને 25 જૂલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

સ્થળાંતર કરાયેલ તમામ નાગરિકો સ્વગૃહે પરત

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા તમામ નાગરીકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં 74,232 નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી 1,566 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 56 ટકા જળરાશિનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ,વલસાડ અને પંચમહાલમાં 1-1 નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 14, 641 પૈકી માત્ર 55 નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">