AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ત્રીઓને થતું આ કેન્સર હવે પુરુષોમાં પણ ! AIIMSના ડોક્ટરોએ આપી ચેતવણી..

Health : નિષ્ણાતો અનુસાર, પુરુષોમાં સ્ત્રીઓમાં થતાં આ કેન્સરના કેસો વધી રહ્યા છે, જે અગાઉ 1% થી હવે 4% સુધી પહોંચ્યા છે. હોર્મોનલ અસંતુલન, સ્થૂળતા જેવા અનેક મુખ્ય કારણો છે. જેને લઈ ડોકટરોએ ચેતવણી આપી છે.

સ્ત્રીઓને થતું આ કેન્સર હવે પુરુષોમાં પણ ! AIIMSના ડોક્ટરોએ આપી ચેતવણી..
| Updated on: Nov 11, 2025 | 2:30 PM
Share

સ્ત્રીઓમાં સ્તન કેન્સર સતત વધતું જતું હોય છે, પરંતુ હવે પુરુષોમાં પણ આ કેન્સરના કેસો વધતા જોવા મળી રહ્યા છે. AIIMS ભોપાલના કેન્સર વિભાગના નિષ્ણાતોએ પુરુષોમાં સ્તન કેન્સર વધવાનું મુખ્ય કારણ હોર્મોનલ અસંતુલન, સ્થૂળતા, અસ્વસ્થ આહાર અને ધૂમ્રપાનને ગણાવ્યું છે.

AIIMS ભોપાલના કેન્સર વિભાગે એકત્રિત કરેલા ડેટા મુજબ અગાઉ જ્યાં દરેક 100 સ્તન કેન્સર દર્દીઓમાં માત્ર 1 પુરુષ હોતો, ત્યાં હવે આ પ્રમાણ 4 પુરુષો સુધી પહોંચી ગયું છે. જોકે આ માહિતી રાષ્ટ્રીય સ્તરના આંકડાઓ સાથે હજી મેળ ખાતી નથી, નિષ્ણાતો પોતાના ક્લિનિકલ અનુભવના આધારે આ વધતી પ્રવૃત્તિ અંગે ચેતવણી આપી રહ્યા છે.

પુરુષોમાં હોર્મોનલ અસંતુલન

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, પુરુષોમાં સ્તન પેશીઓ ઓછી હોય છે, જેના કારણે ગાંઠને વહેલા શોધવી મુશ્કેલ બને છે અને નિદાન મોડું થાય છે. AIIMS ભોપાલના ડિરેક્ટર ડૉ. માધવાનંદ કરના જણાવ્યા અનુસાર, આધુનિક જીવનશૈલી અને ખોરાકની ખરાબ આદતો પુરુષોમાં હોર્મોનલ અસંતુલન વધારી રહી છે. એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધવાથી સ્તન ગાંઠો થવાની શક્યતા વધી જાય છે, જે બાદમાં કેન્સરમાં ફેરવાઈ શકે છે.

ચિંતાજનક બાબત એ છે કે આ સમસ્યા હવે માત્ર પુખ્ત પુરુષોમાં જ નહીં પરંતુ બાળકોમાં પણ દેખાઈ રહી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, વધતી સ્થૂળતા એ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે, કારણ કે ચરબીવાળા શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે, જે સ્તન કેન્સરનું જોખમ વધારશે.

ડૉ. કર કહે છે કે ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક હોર્મોનલ સંતુલનને સૌથી વધુ અસર કરે છે. આજકાલ ઘણા યુવાનો અને બાળકો ફાસ્ટ ફૂડ પર આધાર રાખે છે, જેમાં સ્વાદ વધારવા માટે વિવિધ રસાયણો ઉમેરવામાં આવે છે. બર્ગર, પિઝા, નૂડલ્સ અને ચાઉમેઇનમાં વપરાતા સોસ અને ટોપિંગ્સ પણ હોર્મોનલ સ્તરને ખલેલ પહોંચાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ખેતીમાં અને ફળોના સંવર્ધનમાં વપરાતા રસાયણો, તેમજ ચિકનના વિકાસ માટે આપવામાં આવતા સ્ટેરોઇડ્સ પણ હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. આ કારણે પુરુષોમાં ગાયનેકોમાસ્ટિયા (છાતીમાં ગાંઠ અથવા ફૂલો) અને સ્તન કેન્સર બંનેના જોખમ વધી રહ્યા છે.

પુરુષોએ આ લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ:

  • છાતી અથવા ડીંટડી નજીક નવી ગાંઠ કે સોજો
  • છાતીની ત્વચામાં ફેરફાર કે ચામડી ખેંચાઈ જવી
  • ડીંટડીમાં દુખાવો, રંગ બદલાવ અથવા પ્રવાહી નીકળવું

બગલના ભાગમાં સોજો અથવા ગાંઠ

નિષ્ણાતોની સલાહ છે કે આ લક્ષણો દેખાય તો તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ, કારણ કે વહેલો નિદાન પુરુષોમાં પણ સ્તન કેન્સર સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.

તમે ‘નકલી ગોળ’ તો નથી ખાતા ને! આ 4 સરળ રીતે ચકાસો ગોળ અસલી છે કે નકલી?

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">