ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો તુલસી-હળદરનો ઉકાળો, જાણો રીત અને ફાયદા

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો તુલસી-હળદરનો ઉકાળો, જાણો રીત અને ફાયદા
Know how to make Tulsi-turmeric decoction at home to boost immunity in monsoon

ચોમાસામાં ઘણા રોગો થવાની શક્યતા રહે છે. ઉપરાંત આ કોરોનાના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. ચાલો તમને જણાવીએ આ માટે ઉકાળો બનાવવાની રીત.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 08, 2021 | 7:37 AM

ભારતમાં કોવિડ -19 ની બીજી લહેરથી ગંભીર રીતે પ્રભાવિત થયા બાદ, લોકોના મનમાં ત્રીજી લહેરનો ભય તોળાઈ રહ્યો છે. આ મુશ્કેલ સમય દરમિયાન, એક વસ્તુ જે દરેક પ્રાપ્ત કરવા માંગે છે તે છે ઈમ્યુંનીટી. તેમજ ચોમાસાની ઋતુ ઘણા જંતુઓ અને રોગોને સાથે લાવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોમાસામાં બીમાર થવાનું સૌથી વધુ જોખમ હોય છે. તેથી જ તમારા દૈનિક આહારમાં તંદુરસ્ત ખોરાકનો સમાવેશ કરવા અને આ સિઝનમાં બહારના ફૂડને ટાળવાનું સૂચન કરવામાં આવે છે.

મોસમી રોગો સામે લડવા માટે સૌથી અસરકારક ઘટકોમાંનું એક તુલસી અને હળદરનું મિશ્રણ છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેમજ ગળામાં દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ આ ઉકાળો બનાવવાની રીત.

આ સરળ ઉકાળો બનાવવા માટે શું જરૂરી છે?

અડધી ચમચી હળદર તુલસીના પાન-8-12 મધ 2-3 ચમચી લવિંગ – 3-4 તજની લાકડી – 1

ઉકાળો કેવી રીતે બનાવવો

એક પાત્ર લો અને તેમાં એક ગ્લાસ પાણી નાખો હવે તેમાં હળદર, તુલસીના પાન, લવિંગ અને તજ ઉમેરો. મિશ્રણને 15 મિનિટ સુધી ઉકળવા દો. આમાં ફિલ્ટર કરેલ પાણીનો ઉપયોગ કરવાની ખાતરી કરો. 15 મિનિટ પછી પાણીને ગાળી લો અને તેને હૂંફાળું બનાવો. સ્વાદ વધારવા માટે તમે થોડું મધ ઉમેરી શકો છો. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી અને ફલૂના ઉપચાર માટે તમે આ ઉકાળો એકથી બે દિવસ સુધી પી શકો છો.

ઉકાળો પીવાના આરોગ્ય લાભો

ડાયાબિટીસના દર્દીઓ તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે આ ઉકાળો પી શકે છે. તે તમારા શરીરને ટોક્સીનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. અને ઈમ્યુંનીટી સુધારે છે. આ ઉકાળો પીવાથી કબજિયાત અને ઝાડા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. શરદી અને ગળાના દુખાવામાં રાહત આપે છે.

તુલસી-હળદરના ફાયદા

તુલસી આયુર્વેદમાં તેના સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટિબાયોટિક, એન્ટિ-વાયરલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.

હળદર કરક્યુમિન નામના ઇફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટથી સમૃદ્ધ છે. જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ કોષોને સુધારવામાં મદદ કરે છે. હળદરમાં ઇફ્લેમેટરી વિરોધી ગુણધર્મો છે જે સોજા ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: Headache: માથાનો દુખાવો દૂર કરવા માટેના 3 અસરકારક યોગાસન, આજથી જ શરુ કરી દો

આ પણ વાંચો: Health Tips: એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હળદરના પાણીના આ છે ફાયદા, આજે જ પીવાનું શરૂ કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati