Dengue Fever: પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય તો આહારમાં સામેલ કરો આ વિટામિન, તાવમાં મળશે રાહત
Health Tips: જો ડેન્ગ્યુ તાવમાં તમારા પ્લેટલેટ્સ પણ ઘટી રહ્યા છે, તો તમે તમારા આહારમાં કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરી શકો છો જે તમારા પ્લેટલેટ્સને કુદરતી રીતે વધારવામાં મદદ કરી શકે છે.
Health Tips: છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાની સાથે ડેગુનનો (Dengue) પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ડેન્ગ્યુ તાવથી પીડિત છે. આ તાવ લોકોના જીવ લઈ રહ્યો છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ (Platelets Count) ઘટવાને કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ લોહી ગંઠાઈ જવા અને રક્તસ્ત્રાવમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, ડેન્ગ્યુ તાવમાં (Dengue fever) મોટાભાગની આડઅસર પ્લેટલેટ્સ પર પડે છે.
આ તીવ્ર તાવને કારણે, લોકોના પ્લેટલેટ્સ અચાનક ઓછા થવા લાગે છે, જેના કારણે આંતરિક રક્તસ્રાવ અને ચકામાનું જોખમ વધી જાય છે. જોકે ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા માટે બજારમાં અનેક પ્રકારના ખાણી-પીણીની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા વિટામિન્સ વિશે જણાવી રહ્યા છીએ જે લોહીમાં પ્લેટલેટ્સ વધારે છે.
1. વિટામિન B12
આપણે વિટામિન B12 ને કોબાલામીન તરીકે પણ જાણીએ છીએ. તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. જે મોટાભાગે પ્રાણી આધારિત ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે. તે પ્લેટલેટ વગેરેની સંખ્યા વધારવામાં ખૂબ મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે સરેરાશ વ્યક્તિના શરીરમાં દરરોજ 2.4 mcg વિટામિન B-12 ની જરૂર પડે છે, જ્યારે ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓને શરીર માટે 2.8 mcg સુધીની જરૂર હોય છે. વિટામિન B12 ના કેટલાક સામાન્ય સ્ત્રોત ઇંડા, માંસ, માછલી અને ચિકન છે.
2. ફોલેટ
ફોલેટ પણ બી પ્રકારનું વિટામિન છે. વિટામિન B9 તરીકે પણ ઓળખાય છે, આ વિટામિન પ્લેટલેટનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે. તે યાદશક્તિને સુધારવામાં પણ મદદ કરે છે. ફોલેટના કેટલાક સામાન્ય સ્ત્રોતો વટાણા, મગફળી, નારંગી અને રાજમા છે.
3. વિટામિન સી
વિટામિન સીથી ભરપૂર ખોરાક અને પીણાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકપ્રિય છે. પરંતુ પ્લેટસ વધારવામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે આ વિટામિનના તત્વો સાઇટ્રિક ફળોમાં પણ જોવા મળે છે. વિટામીન સી થી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવું શ્રેષ્ઠ છે. બ્રોકોલી, નારંગી, દ્રાક્ષ, કેપ્સિકમ અને સ્ટ્રોબેરી આ વિટામિનના કેટલાક સામાન્ય સ્ત્રોત છે.
4. આયર્ન
ઘણી વખત શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે. ક્યારેક એવું બને છે કે શરીરના પેશીઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વહન કરતા લાલ રક્તકણોમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં તમારે આહારમાં સફેદ દાળો અને રાજમા, દાળ, કોળાના દાણા, પાલક આયર્નનો સમાવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો: કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય
આ પણ વાંચો: Haryana: ડેન્ગ્યૂએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 7 જિલ્લા હોટસ્પોટ બન્યા, 10 હજાર કરતા વધારે કેસ નોંધાયા
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)