Haryana: ડેન્ગ્યૂએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 7 જિલ્લા હોટસ્પોટ બન્યા, 10 હજાર કરતા વધારે કેસ નોંધાયા
2015 પછી પ્રથમ વખત ડેન્ગ્યૂના કેસોની સંખ્યા 10,000ને વટાવી ગઈ છે. આ સાથે જ આ વર્ષે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. વર્ષ 2015માં 9921 કેસ નોંધાયા હતા,
દેશભરમાં કેટલાક રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળા(Mosquito epidemic)એ માજા મુકી છે. ખાસ કરીને ડેન્ગ્યૂ(Dengue)ના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. હરિયાણા(Haryana)માં તો ડેન્ગ્યૂ(Dengue)કહેર મચાવી રહ્યો છે. હરિયાણામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ કેસ નોંધાવા સાથે 7 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે.
7 જિલ્લા હોટસ્પોટ બન્યા જે જિલ્લાઓમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે તે જિલ્લાઓને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણામાં ફતેહાબાદ, પંચકુલા, હિસાર સહિત કુલ સાત જિલ્લા ડેન્ગ્યૂ હોટસ્પોટ બની ગયા છે. રાજ્યમાં દરરોજ 500 લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 80814 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે દરરોજ સરેરાશ 150 નવા કેસ સામે આવી રહ્યા છે. .
ડેન્ગ્યુથી 4 લોકોએ જીવ ગુમાવ્યા હરિયાણામાં આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં પંચકુલા, ફતેહાબાદ, હિસાર અને નૂહમાં એક દર્દીનું મોત નોંધાયું છે.
ડેન્ગ્યૂ સામે આરોગ્ય વિભાગની કામગીરી હરિયાણામાં આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડો.ઉષા ગુપ્તાએ ડેન્ગ્યૂની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ડેન્ગ્યૂના લાર્વા મળવા બદલ એક લાખથી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. સતત ફોગીંગ પણ ચાલુ છે. સંરક્ષણ અંગે પણ જાગૃતિ લાવવામાં આવી છે. લોકોએ પોતાની આસપાસ પાણી જમા ન થવા દેવું જોઈએ. મચ્છરોથી રક્ષણની વ્યવસ્થા કરો.
છેલ્લા 7 વર્ષમાં ડેન્ગ્યૂના કેસ 2015 પછી પ્રથમ વખત ડેન્ગ્યૂના કેસોની સંખ્યા 10,000ને વટાવી ગઈ છે. આ સાથે જ આ વર્ષે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. વર્ષ 2015માં 9921 કેસ નોંધાયા હતા, આ વર્ષે રોજના 150 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. તે જ સમયે, 2016 માં 2994, 2017 માં 4550, 2018 માં 1936 કેસ નોંધાયા હતા. તે જ સમયે, વર્ષ 2019 માં ડેન્ગ્યૂના 1207 કેસ નોંધાયા હતા અને વર્ષ 2020માં 1377 કેસ નોંધાયા હતા.
ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં પણ ડેન્ગ્યૂના કેસ સતત સામે આવી રહ્યા છે. જો કે હરિયાણમાં ડેન્ગ્યૂના વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે અને મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા વિવિધ કામગીરી કરી રહયું છે. નવા કેસ અંગે જાણવા સેમ્પલ લેવા સહિતની કામગીરી કરી રહ્યુ છે.
આ પણ વાંચો: JUNAGADH : સિંહની પજવણીના કેસમાં 3 લોકોની અટકાયત, ફાર્મના માલિક પોલીસકર્મીને સમન્સ