Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલમાં નથી તો તમારી માટે રાજીવ દીક્ષિતે ઘરેલું ઉપાય જણાવ્યા છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે. જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકો છે. સાથે અનેક ઘરેલુ આદત થી તમે ડાયાબિટીસને કાબુમાં લાવી શકો છો.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:21 PM

આયુર્વેદ અને સ્વદેશીના હિમાયતી, રાજીવ દીક્ષિત આપણી વચ્ચે નથી, પરંતુ ઘણા રોગો પર તેમની ટીપ્સ હજુ પણ અસરકારક છે. રાજીવ દીક્ષિતે કહ્યું હતું કે, આજકાલ ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ ખરાબ ભોજન છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: પિત્ત, વાયુ અને કફ માટે અર્જુનની છાલ રામબાણ ઈલાજ સમાન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે બ્લડ શુગર હાઈ હોય કે લો તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. તમારી શુગરને કંટ્રોલ કરવા માટે આ આયુર્વેદિક ઓષધીયો જે તમારા રસોડામાં છે તેનો ઉપયોગ કરી શકો છો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જાંબુના બીજ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજ ખૂબ જ લાભદાયક છે. જો તમારૂ શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાંબુના બીજની શુગર કંટ્રોલમાં લઈ શકાય છે. આ માટે જાંબુના બીજને સુકવી પછી તેને દળીને પાવડર બનાવી લો. જાંબુના બીજોનો પાવડરનો રસ રોજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે પીવાથી શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આમળા

આમળા તમને શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળામાં હાઈપોગ્લાયકેમિકના ગુણ હોય છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. જો કે, તમે આમળાના બીજને પાવડરમાં પીસીને પણ ખાઈ શકો છો. આમળા શુગર લેવલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.

અંજીરના પાન

અંજીરના પાન પણ તમને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અંજીરના પાંદડામાં ડાયાબિટીકને નાથવાના ગુણ હોય છે, જે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે તમારી શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવવાથી લાભ થશે. જો કે તેને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.

મેથી

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથી લાભદાયક છે. મેથી દરેકના ઘરમાં જોવા મળશે. મેથીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ તેનાથી તમને ફાયદો થશે. જો તમે આ પ્રયોગ ટ્રાય કરશો તો બ્લડ શુગર લેવલ નિયંત્રિતમાં આવશે.

તજ

બ્લડ શૂગરના દર્દીઓ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેના થી શરીરના બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દરરોજ અડધી ચમચી તજ પાવડરનું સેવન કરો છો તો તમારૂ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

g clip-path="url(#clip0_868_265)">