High Protein Side Effects : વધારે પ્રોટીન વજન વધવા અને કબજિયાત જેવી સમસ્યાઓનું બને છે કારણ
High Protein Side Effects: પ્રોટીન (Protein )શરીર માટે આવશ્યક તત્વ છે, પરંતુ તેનું સેવન પણ મહત્વનું છે.જો તમે ઉચ્ચ પ્રોટીનયુક્ત આહાર લો છો, તો તમને પાચન સંબંધી સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ફિટ એન્ડ ફાઈન કે બોડી બિલ્ડિંગ માટે મોંઘા ડાયટ, જિમ કે હેવી વર્કઆઉટ રૂટીન ફોલો કરવું એ આજકાલ સામાન્ય છે. આકર્ષક દેખાવા માટે સપ્લિમેન્ટ્સ પણ લેવામાં આવે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. લોકો સોશિયલ મીડિયા પર મિથ અથવા વસ્તુઓ જોઈને પ્રોટીનનું સેવન વધારે છે. કેટલાક માત્ર પ્રોટીન પર નિર્ભર બની જાય છે. એ વાત સાચી છે કે, પ્રોટીન (High Protein)આપણા શરીર માટે જરૂરી છે પરંતુ દરેક વસ્તુનું વધુ પડતું નુકસાન કરી શકે છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે, પ્રોટીનનું વધુ પડતું સેવન આપણને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. પ્રોટીન આપણા વાળ, ત્વચા અને સ્નાયુઓના વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે પરંતુ જ્યારે તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે ત્યારે જ.
આ પણ વાંચો : Health Tips : ખજૂર સાથે આ વસ્તુ ખાવાનું શરૂ કરો, શરીરની નબળાઈ દૂર થશે
પ્રોટીન ડાયટથી થનારું નુકસાન
વજન ધટાડવા માટે લોકો પ્રોટીન ડાયટ પર નિર્ભર રહે છે. હાઈ પ્રોટીન લેતા વજન ઓછું થઈ જાય છે પરંતું જરુર પડતું વધારે પ્રોટીન ચરબીના રુપમાં સ્ટોર થઈ જાય છે જેનાથી શરીરમાંથી અમીનો એસિડ બહાર નીકળી જાય છે. આ કારણે મોટાપાની સમસ્યા થઈ શકે છે.
મોંઢામાંથી દુર્ગંધ
વધુ પડતા પ્રોટીનનું સેવન કરવાથી મોંમાંમાંથી દુર્ગંધ આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો પ્રોટીન ડાયટ લે છે તેમને દુર્ગંધની સમસ્યા રહે છે. આ શરીરની મેટાબોલિક અવસ્થામાં જવાથી થાય છે જેને કીટોસિસ કહેવાય છે. જેમાં, શરીરમાં એક કેમિકલ બને છે, જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે.
કબજીયાતની ફરિયાદ
એક રિપોર્ટ મુજબ હાઈ પ્રોટીન લેનારા મોટા ભાગના લોકોને કબજીયાતની સમસ્યા રહે છે.
ડાયરિયા
ફાઈબરનું પ્રમાણ ઓછું હોય તેવા દૂધના ઉત્પાદનોનું વધુ પડતું સેવન કરવાથી ડાયરિયા થઈ શકે છે. જો તમે તમારા આહારમાં માછલી અથવા દૂધથી બનેલી વસ્તુઓ વધુ ખાતા હોવ તો આજે જ આ આદતને બદલી નાખો. આહારમાં ફાઈબરનું પ્રમાણ વધારવું.
હાર્ટ પ્રોબ્લેમ
ઉચ્ચ પ્રોટીન આહાર શરીરમાંથી નાઇટ્રોજન અને પાણીને દૂર કરે છે અને તે તમારા શરીરને ડિહાઇડ્રેશનનો શિકાર બનાવે છે.
નોંધ :સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો