AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart-Health Tips: શું તમે આ ખોરાક લઇને કયાંક તમારા હ્રદયને તો નુકસાન નથી પહોંચાડી રહયાને..

હાર્ટ એટેકના લક્ષણો જોઇએ તો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય પરસેવો, ઉબકા, શરીરના ઉપરના ભાગમાં દુખાવો, ચક્કર આવવા...

Heart-Health Tips: શું તમે આ ખોરાક લઇને કયાંક તમારા હ્રદયને તો નુકસાન નથી પહોંચાડી રહયાને..
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:29 PM

તાજેતરમાં જ લોકપ્રિય કલાકારો સિદ્ધાર્થ શુકલા (Siddharth Shukla)કે જે બિગબોસ 13(Big Boss 13)નો વિજેતા હતો અને પુનીત રાજકુમારનું કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું હતું. આ ઘટના બાદ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ(Cardiac arrest)ને લઇને ઘણી જાગૃતિ વઘી છે. આરોગ્ય નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યકત કરી છે કે આ માત્ર શ્રીમંત અને ઉચ્ચ વર્ગના લોકોની જ નહીં, પરંતુ આપણા દેશના દરેક વ્યક્તિની સમસ્યા છે.

હૃદયરોગનો હુમલો ત્યારે થઇ શકે છે, જ્યારે હૃદયના સ્નાયુમાં ઓક્સિજન સપ્લાય કરતી ધમનીઓમાં કોઇ અવરોધ ઉભો થાય અથવા સાંકડી થવાને કારણે લોહીનો પ્રવાહ ઘટાડે છે. હાર્ટ એટેકના લક્ષણો જોઇએ તો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય પરસેવો, ઉબકા, શરીરના ઉપરના ભાગમાં દુખાવો, ચક્કર આવવા.

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હાર્ટ એટેક પણ સાવ શાંત રીતે પણ આવી શકે છે. મસીના હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રૂચિત શાહ અને ગ્લોબલ હોસ્પિટલ્સના આરડી ચીફ ડાયટિશિયન ઝમુરુદ એમ પટેલે આવા અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે તેવા ખોરાક અને પીણાંની યાદી આપી છે, જે નીચે મુજબ છે.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે

1) આલ્કોહોલિક પીણાં અને દવાઓ :

આલ્કોહોલનું વધુ પડતું સેવન સીઘું કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ અને વઘુપડતી સાયકોટ્રોપિક દવાઓ જેવા વ્યસનકારક પદાર્થોને ટાળો. ડ્ર્ગ્સનો દુરુપયોગ એ અચાનક કાર્ડિયાક અરેસ્ટના સૌથી મહત્વપૂર્ણ કારણોમાંનું એક છે. દરેક વ્યક્તિએ તમાકુ, સિગારેટ, આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ.

2) નિકોટિનયુકત પીણાં :

કેફીનનું વઘુ પડતું સેવન સીઘું કાર્ડિયાક અરેસ્ટમાં પરિણમે છે. ગુઆરાના, જિનસેંગ અને ટૌરિન જેવા અનેક એનર્જી ડ્રિંકમાં કેફીનની સાંદ્રતા વઘુ હોય છે.

3) ફ્રુક્ટોઝ-આધારિત પીણાં અને ખોરાક :

વધુ પડતી ખાંડનું સેવન તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે, જ્યારે વાયુયુક્ત પીણાં, ચોકલેટ અને અન્ય ખાંડ-આધારિત ખોરાક તમારા હ્રદયને ગંભીર રીતે અસર કરી શકે છે.

4) ટ્રાન્સ ફેટ-આધારિત ખોરાક :

પેકેજ્ડ ફૂડ્સ, પિઝા, પાસ્તા અને વધુ શેકેલો ખોરાકના વપરાશને સદંતર બંઘ કરવો જોઈએ.

5) બીફ/ ઉચ્ચ કોલેસ્ટ્રોલ આધારિત ખોરાક :

બેકડ ખોરાકમાં બેવડી સંતૃપ્ત ચરબી છુપાયેલી હોય છે, અને તેમાં સામાન્ય રીતે કોઈ પોષક મૂલ્ય હોતું નથી. જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને વઘારે છે. ખાસ કરીને તળેલા ખોરાક, ઈંડા અને ઈંડાની વાનગીઓ, ઓર્ગન મીટ, પ્રોસેસ્ડ મીટ અને સુગરયુક્ત પીણાંને તમારે તાત્કાલિકપણે લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટાં, ઓછી ચરબીવાળા ઉત્પાદનો, અને તાજા ખોરાક જેવા કે દૂઘ, દહીં જેવા આરોગ્યપ્રદ વિકલ્પોનો સમાવેશ કરવો જોઇએ.

આરોગ્ય નિષ્ણાંતોએ તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવાની ભલામણ કરી છે મતલબ કે શાકભાજી, ફળો અને સલાડમાં ન્યુમતમ માત્રામાં મીઠું, ઓછી ચરબીયુક્ત આહાર અને જો શક્ય હોય તો દરરોજ અથવા શક્ય હોય તો અઠવાડિયામાં 5થી 6 વખત ઓછામાં ઓછી 30થી 45 મિનિટની શારીરિક કસરત કરવી જ જોઇએ. તો જ તમે કાર્ડિયાક અરેસ્ટથી બચી શકશો.

આ પણ વાંચો-Anand: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ બાળકોનું ચેકઅપ કરાશે, મોબાઇલ હેલ્થ ટીમના 15 વાહનોનું પ્રસ્થાન કરાવાયું

રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">