Health Tips: પિસ્તા છે ઘણી રીતે લાભદાયી, હૃદયને તંદુરસ્તી આપવાની સાથે કેન્સરથી પણ દૂર રાખવાના ધરાવે છે ગુણ

સુકામેવા દરેક ખાવાનું પસંદ કરે છે. પરંતુ અન્ય સુકામેવા કરતા પિસ્તામાં રહેલા ખાસ ગુણધર્મો તેને બીજા સુકામેવાથી અલગ કરે છે.

Health Tips: પિસ્તા છે ઘણી રીતે લાભદાયી, હૃદયને તંદુરસ્તી આપવાની સાથે કેન્સરથી પણ દૂર રાખવાના ધરાવે છે ગુણ
Health Tips: Pistachios are beneficial in many ways, giving health to the heart and also keeping away from cancer.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:56 AM

Health Tips: પિસ્તા એક સૂકો મેવો છે. આમ તો દરેક સૂકા મેવાનું પોતાનું અલગ મહત્વ છે. પરંતુ પિસ્તામાં તમારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે શરીરમાંથી ચેપને દૂર રાખવાના ગુણધર્મો રહેલા છે. તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ, વિટામીન A, K, C, B-6, D અને E, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ અને અન્ય સુકા ફળો કરતા ઓછી ચરબી અને કેલરી હોય છે.

યાદશક્તિ વધારે છે ભૂલી જવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની રહી છે. શરૂઆતમાં આપણે તેને અવગણીએ છીએ. પરંતુ આગળ જતાં આ સમસ્યા ગંભીર બની શકે છે. આ કિસ્સામાં, પિસ્તાનું સેવન ફાયદાકારક હોઈ શકે છે. આવા ઘણા ખનીજ પિસ્તામાં જોવા મળે છે. જે મગજના કાર્યમાં સુધારો કરે છે અને તેને વધુ સજાગ અને સક્રિય બનાવે છે. પિસ્તા ખાવાથી મગજને શક્તિ મળે છે અને યાદશક્તિ સુધરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું પિસ્તા ખાવું હૃદયના હેલ્થ માટે સારું માનવામાં આવે છે. દરરોજ મુઠ્ઠીભર પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને હૃદયને તમામ જોખમોથી બચાવે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેન્સરનું જોખમ પિસ્તા ખાવાથી કેન્સરનું જોખમ ઘટે છે. પિસ્તામાં એન્ટી કાર્સિનોજેનિક તત્વો હોય છે, જે કેન્સરને રોકવામાં ઉપયોગી માનવામાં આવે છે. આવા સંજોગોમાં કેન્સરથી બચવા માટે પિસ્તાનું સેવન ખૂબ જ સારું છે.

હાડકાં મજબૂત કરે છે મજબૂત હાડકાને વિટામિન ડી અને કેલ્શિયમની જરૂર હોય છે. આ બંને પિસ્તામાં જોવા મળે છે. આવા કિસ્સાઓમાં, તેના રોજિંદા સેવનથી હાડકાં મજબૂત બને છે અને હાડકા સંબંધિત તમામ બીમારીઓમાંથી રાહત મળે છે.

આંખના સ્વાસ્થ્ય માટે આંખો આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેથી તેને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે દરરોજ પિસ્તાનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં વિટામિન A અને E હોય છે. જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે.

આ પણ ધ્યાન રાખવું જરૂરી  -પિસ્તા ગરમ હોય છે, તેથી તેને શિયાળામાં ખાસ ખાવામાં આવે છે. ઉનાળામાં તેને મર્યાદિત માત્રામાં લો નહીં તો પેટમાં ગરમીથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. -વધુ પિસ્તા ખાવાથી તમારી કિડની પર પણ અસર પડી શકે છે. તેથી અતિશય ખાવું નહીં. -વધુ પિસ્તા ખાવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે અને ઝાડા થઈ શકે છે.

આ પણ વાંચો: Matcha Tea ના ફાયદા જાણશો તો ગ્રીન ટીને પણ ભૂલી જશો, જાણો સ્વાસ્થ્ય લાભ અને બનાવવાની રીત

આ પણ વાંચો: આ રીતે બનાવશો કારેલાનો જ્યુસ તો બનશે ટેસ્ટી, જાણો તેના અનેક સ્વાસ્થ્ય લાભ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">