AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું કામના ભારણથી તમે પણ ઓછી ઊંઘ લો છો? તો આ નુકશાન થઈ શકે છે

સારા સ્વાસ્થ્ય માટે ભોજન અને જીવનશૈલી જ જરૂરી છે એવું નથી પણ સારા આરોગ્ય માટે ઊંઘ પણ તેટલી જ આવશ્યક છે. જો તમે પણ કામના ભારણમાં પૂરતી ઊંઘ નથી મેળવી શકતા અથવા અંનિંદ્રાનો શિકાર છો તો આ આર્ટિકલ તમારા માટે છે.

Health Tips: શું કામના ભારણથી તમે પણ ઓછી ઊંઘ લો છો? તો આ નુકશાન થઈ શકે છે
Health Tips: Do You Sleep Less With Workload? So know this loss
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 7:17 PM
Share

અનિદ્રા લાંબા સમય સુધી માનસિક સ્થિતિને ખરાબ કરી શકે છે. વધુમાં તે શારીરિક સ્વાસ્થ્યને પણ બગાડે છે. માનસિક અને શારીરિક યોગ સુખાકારી માટે સારી ઊંઘ ખુબ જ  જરૂરી છે. ઉંમર સાથે ઉંઘનો દર વધઘટ થાય છે. ઉદાહરણ તરીકે બાળક 18-20 કલાક સૂઈ શકે છે. પરંતુ 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માત્ર થોડા કલાકો જ ઊંઘી શકે છે. તમારે ઓછામાં ઓછા 7-8 કલાક માટે સારી ઊંઘની જરૂર છે.

પરંતુ આજની રૂટિન લાઈફમાં કામનું ભારણ ખુબ વધી ગયું છે. લોકો વ્યસ્ત જિંદગીમાં ઊંઘ માટે સમય કાઢી શકતા નથી અથવા તો સારી ઊંઘ તેમને આવી શકતી નથી. જોકે ઘણા ઓછા લોકો ઊંઘના મહત્વ વિશે જાણે છે. સારી ઊંઘ કે અનિંદ્રાની સમસ્યા તમને શારીરિક રીતે ઘણી તકલીફો આપી શકે છે. પૂરતી ઊંઘ ન મળે તો બીજો આખો દિવસ તમારો થાક અને કંટાળામાં પસાર થાય છે. તે જ પ્રમાણે જો સારી ઊંઘ લેશો તો બીજા દિવસે તમે ઊર્જાસભર રહીને સારી રીતે કામ કરી શકશો.

જોકે ઘણા કારણોસર લોકો અનિંદ્રાનો શિકાર પણ બનતા હોય છે. અનિંદ્રા એટલે તૂટક ઊંઘ આવી, પૂરતા કલાકો સુધી ઊંઘ ન મેળવવી, કામના ભારણને લીધે તણાવમાં રહેવાના કારણે પણ ઊંઘ ડિસ્ટર્બ થાય છે. જોકે આ અનિદ્રા લાંબા સમય સુધી રહેવાથી તમારી માનસિક સ્થિતિને તે ખરાબ કરી શકે છે. વધુમાં તે શારીરિક સ્વાસ્થ્યને પણ નુકશાન કરે છે. લાંબા સમય સુધી અનિદ્રા ડાયાબિટીસ, મેલીટસ, લકવો અને હૃદય રોગ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે.

ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ લેપ્ટિન અને ગ્રેલિનના બે સ્તર ઊંઘને અસર કરે છે. ઉંઘનો અભાવ ગ્લુકોઝ પ્રત્યે શરીરની સહિષ્ણુતા ઘટાડે છે. જે ડાયાબિટીસ અને સ્થૂળતા તેમજ મેદસ્વીતા તરફ દોરી શકે છે.

અનિંદ્રાના કારણો –સ્લીપ ડિસઓર્ડર્સ — દિવસના ઘેનમાં રહેવું –વારંવાર માનસિક શૂન્યતા –એકાગ્રતાનો અભાવ –દિવસ દરમ્યાન થાક –શરીર થાકેલું રહેવું

ઊંઘનીસમસ્યા નિવારણની ટીપ્સ –દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળો –સાંજે 4 વાગ્યા પછી કોફી, ચાનું સેવનથી બચો –સૂતા પહેલા મોબાઈલ ફોન, શક્ય હોય ત્યાં સુધી ટીવી, લેપટોપ જોવા ટાળવા –ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો –નિયમિત વ્યાયામ કરો –આલ્કોહોલનું સેવન ન કરો

નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો : Health Tips : જામફળ ક્યારે અને કોણે ન ખાવું જોઈએ તે જાણો

આ પણ વાંચો:  આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">