શિયાળામાં શા માટે સાંધાનો દુખાવો વધી જાય છે, જાણો કારણ

|

Dec 31, 2021 | 9:27 PM

કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે અને ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ કઇક આવું જ થાય છે. સાંધાની નજીકના હાડકાં સખત થઇ જાય છે અને તેમાં લચીલાપણુ ઓછુ થઇ જા છે.

1 / 5
શિયાળાની ઋતુમાં ઘણીવાર શરીરનો દુખાવો વધવા લાગે છે. ખાસ કરીને લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ  સંધિવા જેવા રોગોના દર્દીઓ માટે પીડાદાયક હોય છે. આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. શું તમે જાણો છો કે શિયાળામાં શું થાય છે કે સાંધાનો દુખાવો વધે છે? ક્યારેક આનુવંશિક કારણોસર, નબળાઈ, વાસી અને ઠંડા ખોરાક ખાવાથી, સાંધા પર યુરિક એસિડ જમા થવાથી અને તણાવ વગેરેને કારણે સાંધાનો દુખાવો થાય છે. પરંતુ તેના ઘણા મહત્વપૂર્ણ કારણો પણ હોય છે. સફદરજંગ હોસ્પિટલના વરિષ્ઠ નિવાસી ડૉ. કે લાલે આ વિશે જણાવ્યું.

2 / 5
શિયાળાની ઋતુમાં વાતાવરણનું દબાણ એટલે કે આપણી આસપાસના વાતાવરણમાં ઓછું દબાણ હોય છે. જેના કારણે પગની ઘૂંટી, ઘૂંટણ, નિતંબ, કરોડરજ્જુ, આંગળીઓ અથવા શરીરના અન્ય ભાગોના સાંધામાં સોજો વધવા લાગે છે. કેટલીકવાર આ સોજો આંતરિક હોય છે અને આ સ્થિતિમાં નસોમાં ખેંચાણ વધી જાય છે અને તે નાજુક બની જાય છે.

3 / 5
કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે, જ્યારે તે ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ આવું જ થાય છે. ઠંડીની અસરને કારણે સાંધા પાસેના હાડકાં સખત થઈ જાય છે અને તેમાં લચીલાપણું ઓછું રહે છે. એટલું જ નહીં લોહીની ધમનીઓ સાંકડી થવાને કારણે શરીરના વિવિધ ભાગોમાં લોહી, ઓક્સિજન વગેરેનો પુરવઠો યોગ્ય રીતે થતો નથી.

4 / 5
આ ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. શરીરના આગળના ભાગોમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. આ કારણોસર, શિયાળામાં એક નાની ઈજા પણ તીવ્ર પીડાનું કારણ બની શકે છે. વધુમાં તળેલા ખોરાક ખાવા, વ્યાયામ ન કરવો અને ડીહાઈડ્રેશન આ સમસ્યાને વધારે છે.

5 / 5
શિયાળામાં આપણું શરીર હૃદયની નજીકનું લોહી ગરમ રાખવા માગે છે અને તેના કારણે સાંધામાં લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને સાંધામાં વધુ દુખાવો થાય અને જકડાઈ જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેમને અગાઉ ઓર્થોપેડિક ઈજા થઈ હોય, ક્યારેય હાડકામાં ફ્રેક્ચર કે મચકોડ વગેરે થઈ હોય તેમને પણ શિયાળામાં દુખાવાની સમસ્યા રહે છે.

Published On - 9:27 pm, Fri, 31 December 21

Next Photo Gallery