World Cancer Day: ગુજરાતની એક માત્ર હોસ્પિટલ જ્યા રોબોટ કરે છે કેન્સરની સારવાર, જાણો કઇ છે આ હોસ્પિટલ

અગાઉ એક્સ નાઇફ પ્રકારનું મશીન આ સર્જરી માટે કાર્યરત હતું. જેમાં દર્દીના માથાના ભાગમાં ફ્રેમ ફીટ કરવામાં આવતી હતી. સાઇબર નાઇફમાં ફ્રેમ લેશ પધ્ધતિનો અભિગમ અપનાવી કોમ્યુટરાઇઝ ચહેરાના માપનું ગાર્ડ બનાવીને સારવાર હાથ ધરવામાં આવે છે.

World Cancer Day: ગુજરાતની એક માત્ર હોસ્પિટલ જ્યા રોબોટ કરે છે કેન્સરની સારવાર, જાણો કઇ છે આ હોસ્પિટલ
Cyber knife-robotic machine
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 04, 2022 | 4:09 PM

G.C.R.I. હોસ્પિટલમાં 45 કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત

આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે શુ તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી હોસ્પિટલ છે જ્યાં એક રોબોટ કેન્સરની સારવાર કરે છે. જી હા, અમદાવાદમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં એક સાયબર નાઇફ-રોબોટિક મશીન છે. આ રોબોટ મશીન માત્ર અડધાથી પોણા કલાક જેટલા સમયમાં દર્દીના કેન્સરગ્રસ્ત વિસ્તાર સિવાયના અંગોને નુકસાન પહોંચે તે રીતે અતિ આધુનિક સારવાર આપે છે. તે સામાન્યથી લઇને મોટા ટ્યુમરનું પણ સચોટ નિદાન આપે છે.

તાજેતરમાં જ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલ (Rushikesh Patel)ના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ સ્થિત જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલ(GCRI Cancer Hospital)માં સાયબર નાઇફ સહિતના અન્ય અધત્તન સુવિધા યુક્ત રેડીયોથેરાપી મશીનોનો દર્દીઓના હિતાર્થે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. અંદાજે 45 કરોડના ખર્ચે વિકસાવેલું સાઇબર નાઇફ મશીન (Cyber ​​Knife Machine) કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનવામાં આવે છે. આ મશીનને સાયબર નાઇફ-રોબોટિક મશીન પણ કહેવામાં આવે છે. ચાલો વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તેના વિશે જાણીએ.

આ પ્રકારનું રોબોટિક મશીન વિકસાવનારી G.C.R.I. હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ છે. આ રોબોટિક મશીનની ખાસિયત એ છે કે, કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના 5 મી.મી. થી 3 સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ નિદાન તે કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આવો જાણીએ સાયબર નાઇફ – રોબોટ કેવી રીતે કાર્ય કરે છે ?

કેન્સરગ્રસ્ત દર્દી કે જેને રેડિયોથેરાપી ટેકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા પ્રકારના દર્દીઓ માટે સાયબર નાઇફ – રોબોટ આશીર્વાદ રૂપ છે. કેન્સરગ્રસ્ત દર્દી માટે જ્યારે રેડિએશનના ડોઝ નક્કી કરવામાં આવે છે ત્યારે સામાન્ય પ્રકારના મશીનમાં કેન્સરગ્રસ્ત ભાગ સિવાયના અન્ય ભાગ ઉપર પણ આ ડોઝની અસર થવાની સંભાવાનાઓ રહેલી હોય છે. જ્યારે સાયબર નાઇફ મશીન દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ પર જ લક્ષ્ય સાધીને રેડિયોથેરાપીના ડોઝ આપવામાં આવે છે. જેના કારણે શરીરની અન્ય ટીસ્યુ(પેશીઓ) ઉપર આડઅસરની સંભાવનાઓ નહીંવત બને છે.

આ સારવારને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ રેડિયોથેરાપીની જરૂરિયાત ધરાવતા દર્દી ના ચહેરાનું સિટી સિમ્યુલેટરની મદદથી ઓરફિટ બનાવવા માપ લેવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્લાનીંગ સિસ્ટમ દ્વારા સમગ્ર સારવાર અને ઓરફિટ તૈયાર કરીને બે દિવસના અંતરાલ બાદ દર્દીને રેડિયોથેરાપી માટે બોલાવવામાં આવે છે.

દર્દીને સાયબર નાઇફ ટ્રીટમેન્ટમાં રૂમમાં મૂકવામાં આવેલ ટેબલ પર સૂવડાવીને કોમ્યુટર દ્વારા નક્કી કરવામાં આવેલા ડોઝ સેટ કરીને દર્દીના ચહેરા પર ઓરફિટ પહેરાવીને રોબોટિક દ્વારા સમગ્ર થેરાપીની શરૂઆત કરવામાં આવે છે. સાઇબર નાઇફની સારવાર અડધાથી પોણા કલાક સુધી ચાલે છે. જેમાં રોબોટ 360 ડિગ્રી રોટેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ પર સચોટ રીતે સારવાર કરે છે.

કોઇપણ કાપકૂપ વગર સર્જરી શક્ય

આ સારવાર પધ્ધતિને સ્ટીરીયોટેક્ટિક રેડિયો સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યતઃ અન્ય સર્જરીમાં કાપકૂપ કરીને સર્જરી કરવામાં આવે છે જ્યારે રેડિયો થેરાપી સર્જરીમાં કોઈપણ પ્રકારના શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી. મગજ કે શરીરના અન્ય ભાગમાં 5 મી.મીથી ૩ સે.મી. જેટલી સાદી કે કેન્સરની ગાંઠની સારવાર કરવા ઉપયોગી છે. ઘણી વખત કેન્સરગ્રસ્ત કિડની, લીવર, ફેફસાના ભાગમાં સર્જરી શક્ય ન હોય તેવા ભાગમાં સર્જરીના વિકલ્પ રૂપ આ રોબોટિક મશીનના ઉપયોગથી રેડિયોથેરાપીના શેક આપીને સારવાર કરી શકાય છે.

અગાઉ એક્સ નાઇફ પ્રકારનું મશીન આ સર્જરી માટે કાર્યરત હતું. જેમાં દર્દીના માથાના ભાગમાં ફ્રેમ ફીટ કરવામાં આવતી હતી. સાઇબર નાઇફમાં ફ્રેમ લેશ પધ્ધતિનો અભિગમ અપનાવી કોમ્યુટરાઇઝ ચહેરાના માપનું ગાર્ડ બનાવીને સારવાર હાથ ધરવામાં આવે છે.

GCRIમાં સારવાર અર્થે આવતા કેન્સર કુલ દર્દીઓના 70 ટકા દર્દીઓને રેડિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. જેનાથી કેન્સરને મટાડી પણ શકાય અને આગળ વધતુ અટકાવી પણ શકાય. GCRI માં વર્ષ 2021 દરમિયાન રેડિયોથેરાપીના 5356 સેશન આપવામાં આવ્યા છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં અંદાજીત 250 અને ભારતમાં 8 જેટલા સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ છે તેમ GCRIના તબીબો જણાવે છે.

આ પણ વાંચો-

Gandhinagar Defence Expo 2022: ગાંધીનગરમાં યોજાનારા 12માં ડિફેન્સ એક્સપોનું કાઉન્ટ ડાઉન શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ઉદ્ઘાટન, 100 કરતા વધારે ડિપ્લોમેટ્સને આમંત્રિત કરાયા

આ પણ વાંચો-

RajKot: કાઉન્સિલર જમના વેગડા અને તાંત્રિક હમીદા સૈયદની ઓડિયો ક્લિપ મામલે ખુલાસો, હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી માગી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">