RajKot: કાઉન્સિલર જમના વેગડા અને તાંત્રિક હમીદા સૈયદની ઓડિયો ક્લિપ મામલે ખુલાસો, હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી માગી

RajKot: કાઉન્સિલર જમના વેગડા અને તાંત્રિક હમીદા સૈયદની ઓડિયો ક્લિપ મામલે ખુલાસો, હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી માગી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:14 AM

અમદાવાદના કાઉન્સીલર જમના વેગડા સાથે હમીદાએ વાતચીત કરી હોવાની સ્પષ્ટતા કરી છે. સાથે જ હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી પણ માગી છે.

અમદાવાદના કાઉન્સીલર જમના વેગડા (Councilor Jamna Vegda) સાથે તાંત્રિક હમીદા સૈયદ (Hamida Syed)ની વાતચીત મામલે મોટો ખુલાસો થયો છે. તાંત્રિક હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે વાયરલ ઓડિયોમાં તેનો જ અવાજ છે. હમીદા સૈયદે ધોરાજી પોલીસ (Dhoraji police) સમક્ષ માફી પણ માગી છે.

રાજકારણમાં રાજરમત અને રાજકીય દાવપેચ તો થતા જ રહે છે. પરંતુ હાલ ગુજરાતના એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. અમદાવાદના કાઉન્સીલર જમના વેગડા AMCના વિપક્ષના નેતા ન બની શક્યા તો તેમણે તાંત્રિક વિધિનો સહારો લીધો હોવાના આરોપ લાગ્યા છે. જમના વેગડાએ શહેજાદખાન પઠાણને ખતમ કરી દેવા કાળા જાદૂનો સહારો લેવાયો હોય, તેવો કથિત ઓડિયો વાયરલ થયા પછી રાજકારણ ગરમાયું છે..

આ ઘટના સામે આવતા જ શહેજાદખાન પઠાણ, શૈલૈષ પરમાર અને ઈમરાન ખેડાવાલાએ તપાસની માગ કરી છે.. બીજી તરફ જમના વેગડા ખુદ બચાવ મોડમાં આવી ગયા છે અને પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું છે.. આ તરફ રાજકારણમાં સત્તા માટે તાંત્રિક વિધિનો સહારો લીધો હોવાનું સામે આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અમદાવાદના કાઉન્સીલર જમના વેગડા સાથે હમીદાએ વાતચીત કરી હોવાની સ્પષ્ટતા કરી છે. સાથે જ હમીદા સૈયદે ધોરાજી પોલીસ સમક્ષ માફી પણ માગી છે. જેમાં વિજ્ઞાન જાથા દ્વારા પણ હમીદા પાસેથી લખાણ લખાવાયું હતું અને પોલીસ સમક્ષ સ્વીકાર કરાયો હતો કે હવે ફરી તેઓ તાંત્રિક વિધિ કરીને કોઈને છેતરશે નહીં.

બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા પણ હમીદા સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે. હમીદાએ જાહેરમાં માફી માગી પોતાની ભૂલ સ્વીકારી હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય.

આ પણ વાંચો

Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર

આ પણ વાંચો-

Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

g clip-path="url(#clip0_868_265)">